Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પોરબંદરમાં સવારે સવા ઇંચ

એરપોર્ટ હવામાન કચેરી મુજબ ૩પ.૬ મીમી તથા જિલ્લા કંટ્રોલ મુજબ ૩ મીમી વરસાદ નોંધાયો : ફોદારા જળાશયમાં નવા પાણીની આવક

પોરબંદર, તા. ર૩ :  અહીં સવારે જોરદાર ઝાપટા રૂપે સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. એરપોર્ટ હવામાન કચેરી શહેરની બારોબાર હોય અને જિલ્લા કંટ્રોલ કચેરી શહેર મધ્યે હોય બન્નેના આંકડામાં ફેરફાર આવે છે.

જિલ્લામાં કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર વરસાદ ૩ મીમી (૩૧૭ મીમી)  નોંધાયો છે. જયારે એરપોર્ટ હવામાન મુજબ સવારે ૮-૩૦ વાગ્યા સુધીમાં ૩પ.૬ મીમી (૪૦૪.૮ મીમી) રાણાવાવ સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૧૦ મીમી (૩૩૯ મીમી) નોંધાયેલ છે. ફોદાળા જળાશયમાં ૧ ઇંચ નવું પાણીની આવક હાલ સપાટી ૧ર.૪ ફૂટ થઇ છે.

(1:34 pm IST)