Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મધ્યપ્રદેશના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોને મોરબી એલસીબીએ ઝડપી લીધા

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)(૧.૨૩)

મોરબી તા.૨૩: મધ્યપ્રદેશમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધા હતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બંને રાજ્યોની પોલીસ સંકલનના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશનમાં તા.૨૧ના રોજ હત્યાનો બનાવ બન્યો હોય જેમાં આરોપી કરન છગન આદિવાસી તથા શંકર કલસિંહ આદિવાસી રહે બંને પીપળીયા જીધાર એમપી વાળા હત્યાને અંજામ આપીને મોરબી નાસી ગયા હોય જે બંને આરોપી અંગે એસઓજી મોરબી ટીમના શંકરભાઇ ડોડીયાને મળેલી હકીકતને આધારે એલસીબી ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઇને આરોપીઓનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવ્યો છે. ચાલુ વર્ષે મધ્યપ્રદેશના કુલ ૭ આરોપીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી લઇને એમપી પોલીસને સોપ્યા છે.

(1:33 pm IST)