Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મોરબીના રવાપર ગામે મગનભાઇ ભટાસણાને પાંચ શખ્સોએ માર માર્યો

તારે અમારા ઉમા હોલમાં આવવું નહિ.. તેમ કહી તૂટી ડયા

મોરબી, તા. ર૩ : મોરબીમાં રવાપર ગામ નજીક આવેલ ઉમા હોલમાં આવવા બાબતે પાંચ શખસોએ વૃદ્ધને માર મારી ગાળો આપી હોવાની ફરીયાદ મોરબી એ-ડીવીઝન પોલીસ મથકમાં થઇ છે.  મોરબીના રવાપર ગામે રહેતા મગનભાઇ કાનજીભાઇ ભટાસણા તેના સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયેલ હોય અને આ કામના આરોપી ધનજીભાઇ કાનજીભાઇ ભટાસણા, રસિકભાઇ ધરમશીભાઇ ભટાસણા અને હિરેનભાઇ નારણભાઇ ભટાસણાએ તારે અમારા ઉમા હોલમાં આવવું નહિ તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પગમાં લાકડી વતી ઇજા કરી બાદમાં ફરીયાદી મગનભાઇ ઉમા હોલેથી ચાલીને તેના ઘરે જતા હતાં ત્યારે આરોપી ધરમશીભાઇ કાનજીભાઇ ભટાસણા અને નારણભાઇ કાનજીભાઇ ભટાસણાએ ફરીયાદી મગનભાઇને કહેલ કે તારે અમારા ઉમા હોલમાં આવવું નહી તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજા કરી હોવાની ફરીયાદ મગનભાઇ કાનજીભાઇ ભટાસણાએ મોરબી એ-ડીવીજન પોલીસ મથકમાં નોંધાવી છે.

 

(1:32 pm IST)