Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોકોના પ્રશ્નો અંગે આરોગ્ય કમિશનર સાથે ચર્ચા

જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ગુજરાત રાજયના આરોગ્ય કમિશનરશ્રી ડો.જયંતિ એસ રવિના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિ તેમજ મેડિકલ કોલેજ ડેવલપમેન્ટ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જી.જી.હોસ્પિટલ ખાતે સિકયુરિટીની સઘન વ્યવસ્થા બનાવવા આર્મીમેન ગાર્ડ લેવા બાબત, હોસ્પિટલમાં સ્ટ્રેચરની સુવિધા અને ફાર્માસિસ્ટની જગ્યા બાબત તેમજ વિવિધ સ્થાનો પર કર્મચારીઓની જગ્યાઓ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સ્વાઈનફ્લુ અંતર્ગત એબીજી ટેસ્ટ માટેની વ્યવસ્થા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી બેડાકવીનીન અંતર્ગત ઇન્વેસ્ટીગેશનની વ્યવસ્થા માટેની રજૂઆત તેમજ ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં આરોગ્ય કમિશનરશ્રી દ્વારા 'મેરા અસ્પતાલ એપ્લિકેશનની લોકો વધુ સેવા લે તેમજ ૧૦૪ નંબરની હેલ્પલાઈન દ્વારા થતી કામગીરીને લોકો વધુ ચોકસાઈ પૂર્વક માહિતી આપીને લોકપયોગી બનાવે અને જી.જી.હોસ્પિટલ ખાતે સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર દ્વારા લોકોને દેહદાન કરી અન્ય વ્યકિતને નવજીવન અર્પવા માટે પ્રેરવામાં આવે તે માટે પણ ધ્યાન દોરવામાં આવેલ હતું. તદુપરાંત મેડિકલ કોલેજ અન્વયે પણ તેની જરૂરિયાતો, તેના બાંધકામ વિશેની બાબતો, તેના રીનોવેશન, કવાર્ટર અંગેની ચર્ચા કરાઇ હતી. આ તકે જી.જી.હોસ્પિટલ દ્વારા બનાવાયેલી હોસ્પિટલની એપ્લિકેશનનું ઇનોગ્રેશન પણ કરવામાં આવેલ હતું. આ બેઠકમાં જી.જી.હોસ્પિટલના ડીન નંદની દેસાઈ, તબીબી અધિક્ષક નંદિની બાહરી અને વિવિધ વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

(1:29 pm IST)