Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જામનગરનાં મોટા બગુદડમાં જન્માષ્ટમી લોકમેળાનો ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ

જામનગર તા.૨૩: જન્માષ્ટમીપર્વનો ઉત્સાહ સર્વે જગ્યાએ છવાયેલો છે ત્યારે આજરોજ ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે પણ લોકોનો ઉત્સાહ વધારવા અને જન્માષ્ટમી પર્વ નિમિતના લોકમેળામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પર્વમાં મંત્રીશ્રી દ્વારા શ્રી કૃષ્ણ જીવનની ઝાંખીના દર્શન કરવામાં આવ્યા હતા અને પ્રતિમાઓને લોક દર્શનાર્થે મૂૂકવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે સરકાર જનહિતાર્થે સતત કર્મબધ્ધ છે, રાજ્ય સરકારે ગત વર્ષે ૬૦૦ લોક સુખાકારીના નિર્ણય લીધા છે તો વળી તે જ રીતે કેન્દ્ર સરકારે પણ વર્ષોના આપણા સ્વપ્ન  એક દેશ એક નિશાનના વિચારના સ્વપ્નને આપણા ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યુ એ માટે પણ આ જન્માષ્ટમી યાદગાર છે. લોક મેળાઓ આપણા સંસ્કૃતિ સંરક્ષણનું માધ્યમ છે તેનો ખાસ લાભ લો તેવી મહેચ્છા.

આ પ્રસંગે જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, રાજપૂત સમાજ કાર્યકારી પ્રમુખશ્રી નવલસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલિપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પ્રવિણસિંહ જાડેજા, સમૂહ લગ્ન સમિતિ પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઇ ભોજાણી, વનરાજસિંહ જાડેજા, પપુભા જાડેજા, રઘુભાઇ મુંગરા, જિલ્લા પંચાયત સભ્ય ગણેશભાઇ મુંગરા, ગજેન્દ્રસિંહ જાડેજા,  ગજેન્દ્રસિંહ રાઠવા તેમજ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ અને આયોજક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતું.

(1:29 pm IST)