Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમરેલી એસ.ટી.ડેપો પાછળથી તુફાન ગાડીમાં દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી

અમરેલીઃ પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયે અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો અને લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સ ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા તુફાન ગાડીમાં વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડેલ છે. અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, એક તુફાન ગાડી નં. એમપી-૦૯-બીડી-૫૨૩૦ છે તે ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે અને આ ગાડી અમરેલી એસ.ટી.ડેપો પાછળ આવવાની છે જે બાતમી આધારે વોચ ગોઠવી. રાગલા છગન અલાવા, (ઉં.વ.૨૭,) રહે.ખેરીયા માલી, સુરતા ફળીયા, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશને વિદેશી દારૂની બોટલ નંગ-૪૨, કિં.રૂ.૧૨,૬૦૦/- તથા તુફાન ગાડી રજી.નં. એમપી-૦૯-બીડી-૫૨૩૦, કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન- ૧, કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૧૭,૬૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપીને અમરેલી સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

(1:27 pm IST)