Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કુતિયાણા પાસે ટ્રકના કન્ટેઇનરમાંથી ૩૧,૧૪ લાખનો દારૂ ઝડપાયો

ઇંગ્લીશ દારૂની ૮૧પ પેટીમાં કુલ ૯૮૬૩ બોટલોનો જથ્થો : ટ્રક સહિત કુલ ૪૯ લાખનો મુદામાલઃ રાજસ્થાનનો ટ્રક ડ્રાઇવર પોરબંદર તરફ દારૂ લઇ જતો હતો

કુતિયાણા તા. ર૩ :.. કુતીયાણા હાઇવે ઉપર શંકાસ્પદ બંધ બોટીના ટ્રકના કન્ટેઇનરમાંથી પોલીસે રૂ. ૩૧૧૪૭પ૦ નો ઇગ્લીશ દારૂ પકડી પાડયો હતો. ટ્રક ડ્રાઇવરની પોલીસે અટક કરી છે. અગાઉ કુતીયાણા હાઇવે ઉપર ર વખત ટ્રકમાંથી કુલ કરોડોનો દારૂ ઝડપાયો હતો. આ દારૂ પોરબંદર તરફ લઇ જવાનો ઇશારો થાય છે પરંતુ દારૂ દરોડા બાદ કાર્યવાહીની વિગતો બહાર આવતી નથી કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પત્રકારોને પુરતી વિગત આપવામાં ઠાગાઠૈયા થતાની ફરીયાદો ઉઠી છે.

પોરબંદર પોલીસે શંકાસ્પદ બોડીનો કન્ટેનર કુતીયાણા નજીક હાઇવે પર રોકી રોકી રાખ્યો હતો. જેમાં પાછળના ભાગે દરવાજા પર સીલ તથા તાળુ માર્યુ હતું. જે પોલીસે ત્યાં જઇને તપાસ કરી હતી અને બીલ માંગતા તેમાં પોરબંદર કોલ એજન્સી પ્રા. લી. લખેલ હતું. જેમાં વધુ શંકા જતા વધુ  પુછપરછ કરતા તેમાં ઇંગ્લીશ દારૂ ભરેલ હોવાનું જણાવેલ. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બોકસ નંગ ૮૧પ તેમજ છૂટી બોટલ નંગ ૧૪૩ જેમાં કુલ બોટલો નંગ ૯૮૬૩ જેની કિંમત રૂયિા ૩૧૧૪૭પ૦ તથા ટ્રક કિંમત રૂપિયા ૧૮ લાખ તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ ૪૯,૧પ,રપ૦ ના મુદામાલ મળી આવેલ.

ટ્રક ચાલક પાબુદાનસિંહ અમરસિંહ શેખાવત ઉ.૩પ રહે. રાજપૂત મોહલાવાળ અન્તલા, જયપુર, રાજસ્થાન વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરેલ. આ દારૂ પોરબંદર તરફ લઇ જવાતાનું ખુલ્યું છે.

(11:40 am IST)