Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

દ્વારકામાં જન્માષ્ટમી તહેવારોમાં પાર્કિંગ – નોપાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું

દેવભૂમિ દ્વારકા તા.૨૩: કાલે, તા.૨૪-સુધી દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. આ ઉત્સવ દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી નરેન્દ્રકુમાર મિનાએ તેમને મળેલ સત્ત્।ાની રૂએ તા.૨૫ સુધી દ્વારકા શહેરના નીચે જણાવ્યા મુજબના વિસ્તારો પાર્કિંગ તથા નોપાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

જે મુજબ પુર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પુર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજયા, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી ૧૦૦ મીટર ત્રીજયા, ત્રણબતી ચોક થી મહાજન બજાર ચાર રસ્તા ત્રણબતી ચોકથી ભદ્રકાળી રોડ સુધી પ૦ મીટર ત્રિજયા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મીટર ત્રિજયા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મીટર ત્રજયાનેનો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરેલ છે. તેમજ નવનિર્મિત પાર્કીંગ એપ્રોચ રોડ, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન, એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીદ્યાટ નગર પાલિકા પાર્કિંગ વિસ્તારને ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ ઝોન તરીકે નિયત કરેલ છે.

(11:32 am IST)