Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે...: ભૂચર મોરી મેદાનમાં ર હજાર રાજપૂત મહિલાઓનો રેકોર્ડ બ્રેક તલવાર રાસ

ભૂચર મોરી મેદાનમાં ગુજરાતભરની ર હજાર મહિલાઓ દ્વારા તલવારબાજીઃ જામનગરઃ જીલ્લાના ધ્રોલ પાસે આવેલ ભુચર મોરીના ગ્રાઉન્ડમાં વર્ષો પહેલા શરણાગતે આવેલા આશ્રીતોને રક્ષણ આપવા અનેક યોધ્ધાઓએ શહાદત વહોરી હતી. જયાં આજે ગુજરાતભરની રાજપુત સમાજની બે હજાર જેટલી રાજપુત મહિલાઓએ તલવારબાજી કરી નવો વિક્રમ સજર્યો છે અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી (જામનગર) હસમુખરાય કંસારા-ધ્રોલ) (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

ધ્રોલ તા. ર૩ :.. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાનાં ભૂચર મોરી ખાતે આજે બપોરે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજીત ર૮ મો ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ તથા ર૦૦૦ રાજપૂત મહિલાઓ દ્વારા તલવાર રાસનો વિશ્વ રેકોર્ડ આજે રચાશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલનાં સાંસદ શ્રી જગદમ્બિકા પાલ, ઉપસ્થિત રહેનાર છે જયારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય રાજયમંત્રી વાહન વ્યવહાર અને હાઇવે વિભાગના જનરલ વી. કે. સિંઘ ઉપસ્થિત રહેનાર છે.

રણશીંગા વાગે સુતા જાગે

કાયર ભાગે... કામ પડે

ધગધગતી ધરતી ફોજ

ફરતી વિનાશ કરતી તેગ વડે...

આવા  દુહાછંદ સાથે આજે રાજપૂત મહિલાઓ દ્વરા તલવાર રાસ રજૂ કરનાર છે.

વિક્રમ સંવત ૧૬૪૮ શ્રાવણ માસમાં ધોધમાર વરસાદ વચ્ચે લગભગ દોઢ મહિના સુધી દિલ્હીના બાદશાહ અકબર અને નવાનગરના રાજા જામસતાની વચ્ચે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુધ્ધ થયું હતું. આ યુધ્ધું અંતિમ ચરણ શીતળી સાતમના રોજ ધ્રોલ પાસે આવેલ ભુચર મોરીના મેદાનમાં લડાયેલ હતું. જેમાં નવલોહિયા એવા હજાર વીર શહીદોએ આશરા ધર્મના રક્ષણ કાજે શહીદ થયા હતાં. જે યુધ્ધમાં ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફરશાહ ત્રીજો મદદ માટે જામસતાજીને શરણે આવેલા હતાં.

હજારો શહીદોને યાદ કરવા છેલ્લા અઠયાવીસ વર્ષથી સતત અખિલ ગુજરાત રાજૂપત યુવા સંઘ દ્વારા શહીદ શ્રધ્ધાંજલી  સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ર૦૦૦ રાજપૂત મહિલાઓ દ્વારા આ શહીદોને વિશિષ્ટ શ્રધ્ધાંજલી સ્વરૂપે તલવાર સાથે ખેલ કરીને ભવ્ય તલવાર રાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવશે. જેનું નોમીનેશન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમં થયેલો છે. આ નવા રેકોર્ડનાં રેકોર્ડને તોડશે. આ અંગે રાજકોટમાં ટૂંકા રોકાણ દરમિયાન ભારતીય લશ્કરના માજી વડા જનરલ વી. કે. સિંઘે આપી હતી.

બહેનોના તલવાર રાસ અને તે સાથે કોરીયોગ્રાફી માટે સંસ્થાના પ્રદેશ મંત્રી જયદેવસિંહ ગોહિલ, જામનગરના જે.સી.જાડેજા તેમજ મહિલા પાંખના હોદેદારો દ્વારા કચ્છના ભુજ, મુંદ્રા, મોરબી, ઝાલાવાડ, જામનગર, રાજકોટ, અમદાવાદ, બરોડા, નવસારી સુધી ચુસ્ત ટાઇમ ટેબલ સાથે પ્રેકટીસ કાર્યક્રમોની છેલ્લા એક માસથી શ્રૃંખલા રચવામાં આવી હતી. જે અંતર્ગત તલવાર બાજી સાથેના નૃત્યના સ્ટેપમાં ર૦૦૦ બહેનો પારંગત થઇ  હતી. શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મેદાનમાં સતેમજ વિવિધ જીલ્લા મથકોએ ફાઇનલ રીહર્સલ કરવામાં આવ્યા બાદ મુખ્ય કાર્યક્રમ ભુચરમોરીના મેદાન ખાતે યજાશે ઇ.સ.૧પ૯૧માં એટલે કે, ૪ર૮ વર્ષ પહેલા આ ભુચરમોરીનું યુદ્ધ મોગલોથી ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફફરને જામનગરે આશરો આપ્યો તેને કારણે મોગલો સાસથે લડાયું હતું જામ સતાજી રહેલાની અગ્રતામાં ક્ષત્રીયોનો આશરાધર્મ નિભાવવા પાટવીકુંવર અજાજી, સેનાપતિ જેસાજી યાંગલાણી, મેરામણજી ડુંગરાણી, માણજી દલ, સેનાપતિ પુત્ર નાગરડાજી તેમજ અન્ય વિરયોધ્યાઓએ યુદ્ધ લડી ભારતના રાજપુતોના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાયા તેવું પ્રકરણ કાયમી ધોરણ અંકિત કરી દીધું હતું. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઇ નવોઢા રાણી સુર્યકુંમારીબા સતી થયાનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે. (પ-૧૧)

(1:51 pm IST)