Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉનાના પાલડીમાં જુગાર રમતા ૧૧ શખ્સો ૧.૧૦ લાખની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ર૩ : ઉનાના પાલડી ગામે દરોડામાં જુગાર રમતા ૧૧ શખ્સોને ૧.૧૦ લાખની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અમિત વસાયા, વેરાવળ વિભાગ વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એસ.આઇ. મંધરા, એ.એસ.આઇ. હરદેવસિંહ કે. પરમાર, પો.હેડ કોન્સ. પ્રવિણ બી.મોરી, મનુભાઇ જે. વાળા, સમણભાઇ બી. છેલાણા , પ્રદીપસિંહ એચ. રાયજાદા તથા હસમુખ બી.ચાવડા, મોહનભાઇ  એન. મકવાણા, અજીતસિંહ ડી. બારડ , પો.કોન્સ. સંદીપભાઇ રામભાઇ સોલંકી, નવાબંદર પો.સ્ટે. વાળાનાઓ બાતમી આધારે હકીકત મળેલ કે પાલડી ગામે કોહાર નામની સીમમાં જાહેરમાં કરેલ જુગારની રેઇડ દરમ્યાન (૧) રાજુભાઇ વિજાણંદભાઇ સોલંકી (ર) બળવંતસિંહ માધુભાઇ વાઘેલા (૩) મેસુરભાઇ ભીમાભાઇ ચૌહાણ (૪) બાલુભાઇ અરજણભાઇ વાજા (પ) સામતભાઇ વિરાભાઇ બારૈયા (૬) મેણસીભાઇ ભાયાભાઇ વાજા (૭) ભીમાભાઇ નગાજણભાઇ દમણીયા (૮) ઉકાઇભા લખમણભાઇ ચૌહાણ (૯) પુનાભાઇ બાલુભાઇ બાંભણીયા  (૧૦) ખોડુભા ઉમેદસિંહ વાઘેલા (૧૧) કાનાભાઇ રામસિંહભાઇ બારૈયા રહે. તમામ પાલડી તા. ઉના વાળાઓને કુલ રોકડ રૂ.૧,૧૦,૬ર૦/ તેમજ મોબાઇલ નંગ-૧૦ તથા મો.સ. પ સહિતના કુલ કિ.રૂ. ર,૩૪,૬ર૦ તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી નવાબંદર મરીન પો.સ્ટે.સે.ગુ.ર.નં. ૮૧/ર૦૧૯ જુ.ધા. ક. ૧ર મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.

(11:30 am IST)