Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કાલે હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા

હળવદ તા. ૨૩ :  શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ૨૯જ્રાક શોભાયાત્રા નીકળનાર હોય જેના ભાગરૂપે હાલ શહેરમાં વિવિધ રાજમાર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે

આ શોભાયાત્રા શહેરમાં આવેલ મોરબી દરવાજા ના રામજી મંદિરેથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરશે આ શોભાયાત્રામાં જન્માષ્ટમી તહેવારો ને અનુરૂપ વિવિધ ૧૫ જેટલા ફલોટ જોવા મળશે આ ઉપરાંત ડીજે બેન્ડવાજા ઢોલ નગારા સાથે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે

આ તકે જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડો મિલનભાઈ માલપરાએ જણાવ્યું હતું કે હળવદ તો એક છોટા કાશી તરીકે પ્રચલિત છે અહીં દરેક તહેવારોનો વિશેષ રીતના ઉજવવામાં આવતો હોય છે ત્યારે જન્માષ્ટમીને લઈ હાલ કાર્યકર્તાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે તારીખ ૨૪ ને શનિવારના રોજ ભવ્યા તી ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા નીકળનાર હોય જેમાં શહેરની તમામ ધર્મ પ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા આહ્વાન કર્યું હતું

જયારે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરમાં નીકળનાર ૨૯મી શોભાયાત્રાને હવે ગણતરીના કલાકો જઙ્ગ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ સમગ્ર શહેર કૃષ્ણમય બનતું જઈ રહ્યું છે સમગ્ર શહેરીજનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હરખદ્યેલા બન્યા છે ત્યારે આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકોને જોડાવા હાર્દિક આમંત્રણપાઠવ્યુ છે.

(11:28 am IST)