Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શ્રાવણે શિવદર્શનમ્

જોડીયા તાલુકાનાં બાદનપુરમાં બિરાજમાન સ્વયંભુ શ્રી કનકેશ્વર મહાદેવનો મહિમા

જોડીયા : બાદનપર નજીક વર્ષો પુરાણુ ઐતિહાસિક શ્રી કનકેશ્વર મહાદેવજીનુ મંદિર આવેલુ છે. શ્રી કનકેશ્વર મહાદેવનો અનેરો મહાત્મય છે. જોડીયા બાદનપર અને કુનડ વચ્ચે ત્રણેય દેવ બિરાજમાન છે. ૧) કનકેશ્વર દાદા (ર) બે સુમરીયા ગણેશજી (૩) શ્રી કુનડીયા હનુમાનજી ત્રણેય દેવ સરખા અંતરે બેઠા છે.

શ્રી કનકેશ્વર મહાદેવ સ્વયંમ પ્રગટ થયેલ છે. જેનો મહિમા અનેરો છે. અહીયા આખો શ્રાવણ માસ સવારના જોડીયા બાદનપર આજુબાજુના ગામોથી કનકેશ્વર મહાદેવજીની પુજા અર્ચના કરવા પધારે છે.

કનકેશ્વર મહાદેવજીની પૂજા કરીને તન મનને શાંતી મેળવી ધન્યતા અનુભવે છે. જયા ધ્વજા ફરકે છે કનકેશ્વર દાદાની એવા ભોળાનાથના ધામમાં આખો શ્રાવણ માસ ઁ નમઃ શિવાય હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠે છે. અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો થાય છે.

માત્ર જોડીયા બાદનપર કુનડ જ નહી પરંતુ સમગ્ર તાલુકામાંથી જન્માષ્ટમીના પર્વે દાદાના દર્શનાર્થે માનવીઓ પધારે છે તેમજ જન્માષ્ટમીના શ્રી કનકેશ્વર મહાદેવના નિજ મંદિરમાં વિશેષ પુષ્પોનો શણગાર કરાઇ છે. શ્રાવણમાસમાં શિવજીની રૂદ્રી અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો ભકિતમયના માહોલમાં અહી થાય છે.

જમીનથી ૧૦ ફુટ નીચે શિવલીંગ બિરાજમાન છે. જેની જૂદી જૂદી બે લોકવાયકા છે. દર શ્રાવણ મહિનામાં જોડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત જૂદા જૂદા  સ્થળોએથી શિવભકતો દર્શન,પૂજન,અર્ચન માટે આવે છે. આઠમના લોકમેળો યોજાઇ છે. જયારે બાદનપુરની રાસ મંડળી દ્વારા જૂદા જૂદા રાસ ગરબાનુ આયોજન થાય છે.

સંકલન

રમેશ ટાંક, હિતેશ રાચ્છ, હર્ષદ વડેરા

જોડીયા

(11:27 am IST)