Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સિકકા થર્મલ પાવર સ્ટેશનમાં 'સ્વાતંત્રય દિન' પર્વ ઉજવાયુ

જામનગરઃ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી૧૫ ઓગષ્ટ-૨૦૧૯ સવારે જી.એસ.ઇે.સી.એલ.થર્મલ  પાવર સ્ટેશન, સિકકાના કર્મચારીઓની વસાહત નવી કોલોની ખાતે કરવામાં આવેલ મુખ્ય ઇજેનરશ્રી એસ.એસ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામા૦ આવેલ, કાર્યક્રમની શરૂઆત મુખ્ય ઇજેનરશ્રી એસી.આઇ.એસ.એફ તેમજ ફાયર સ્ટાફની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરેલ. મુખ્ય ઇજેનર એસ.એસ.પટેલ એ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અને કામગીરી તેમજ અન્ય પાસાઓને આવરી લઇ સ્વાતંત્ર્ય દિન  પ્રસંગે સર્વને શુભકામનાઓ સાથે પ્રસંગેને અનુરૂપ પ્રવચન કરેલ. ત્યારબાદ જીઇબી વિદ્યાલય ટીપીએસનાં વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ સીઆઇએસએફના જવાનો તેમજ ફાયરના જવાનોએ શારીરિક અંગ કસરતના દાવો તથા દેશ ભકિત ગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નૃત્ય રજુ કરી મનોરંજન પુરૂ પાડેલ હતું ધ્વજવંદન સમારંભની તસ્વીરો.

(11:24 am IST)