Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જનશાળી ગામમાં જુથ અથડામણઃ ઉશ્કેરાયેલા ટોળાનું ૪ થી ૫ રાઉન્ટ હવામાં ફાયરીંગ

સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા તપાસનો ધમધમાટ

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જનશાળી ગામમાં જુથ અથડામણમાં ફાયરીંગ થયાની ઘટનાથી ચકચાર જાગી છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા હોય તેવા દ્રશ્યો છેલ્લા કેટલા દિવસથી સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં બંદુકના જાહેરાતમાં ભડાકા કરતો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં હડકંપ મચ્યો છે.

તલવારથી કેક કાપવાના વીડિયો કે પછી જાહેરમાં હત્યાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છાશવારે બની રહી છે.ત્યારે હવે ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળતા ગુંડારાજ્યના દ્રશ્યો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ આવા જ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડતા દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મળતી વિગતો પ્રમાણે, લીંબડીના જનસાળા ગામે થોડા દિવસ પહેલા જાહેરમાં અથડામણ થી હતી. ખાનગી કંપનીમાં કોન્ટ્રક્ટ બાબતે લાકડી અને બંદુકથી બે ટોળા આમને-સામને આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ હવામાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હડકંપ મચ્યો છે અને રાજ્યમાં કથળેલા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો પણ ઉભા થયાં હતા. 

(6:47 pm IST)