Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લાલપુરના નાના ખડલા ગામની ઘટનાઃ પતિએ ચા બનાવવાનું કહેતા થયો ઝઘડોઃ મુસ્લિમ પરિણીતાએ જીવ દઇ દીધો!

જામનગરમાં એરફોર્સના જવાને ગળાફાંસો ખાધોઃ બંગા ગામે સાપ કરડતા બાળકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: લાલપુર તાલુકાના નાના ખડબા ગામે વાડી વિસ્તારમાં રહેતા હુશેનભાઈ વલીમામદ પટ્ટા, ઉ.વ.પ૪ એ જાહેર કરેલ છે કે, રોશનબેન હુશેનભાઈ પટ્ટા, ઉ.વ.૪પને પતિ હુશેનભાઈએ ચા બનાવાનું કહેતા તે બાબતે બોલાચાલી થતા રોશનબેનને લાગી આવતા જાતેથી ખેતરમાં નાખવાની ઝેરી દવા પી લેતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

અહીં એરફોસ–૧, નર્મદા બિલ્ડીંગ રૂમ નં.૧ માં રહેતા આનંદન ચંદ્રન, ઉ.વ.૪પ, એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રામચંદ્ર મહેન્દ્રસિંહ ઉ.વ.પ૪, રે. નર્મદા બિલ્ડીંગ રૂમ નં.–૧, એરફોર્સ સ્ટેશન, કોઈપણ કારણોસર પોતે પોતાના હાથે પોતાના રૂમમાં ડીસ ટીવીના કેબલ વડે પંખામાં ગળા ફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

કાલાવડ તાલુકાના બાંગા ગામે રહેતા ખુમાનસિંગ રામસંગ ચુડાસમા, ઉ.વ.૬૦, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  દકશરાજસિંહ સહદેવસિંહ ચુડાસમા, ઉ.વ.૦પ, ને ઝેરી જનાવર (સાંપ) કરડી જતા મૃત્યુ પામેલ છે.

યુવકે આયખું ટુંકાવ્યું

અહીં પટેલ કોલોની શેરી નં.૯, રોડ નં.૧૦ માં રહેતા ફિરોજભાઈ અબુબકર કોરેજા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ઈનાયત ફિરોજભાઈ કોરેજા, ઉ.વ.૧પ, રે. પટેલ કોલોની શેરી નં.૯, રોડ નં.૧૦, પોતાના ઘરે પંખાના હુક સાથે ઓઢણી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ  થયેલ છે.

ધરારનગર–ર પાસે જુગાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–ર, બાપા રામની મઢુલી પાસે, પુનિત ટેઈલરની સામેમાં, આ કામના આરોપીઓ ફારૂકભાઈ કરીમભાઈ ઉર્ફે ખડગબાપુ શેખ, અલ્તાફ ફારૂકભાઈ શેખ, અકબરભાઈ હનીફભાઈ સોલંકી, ઈમ્તીયાજ ઈશાકભાઈ શેખ, ઓસમાણ ગનીભાઈ મકવાણા, જાહેરમાં ગોળકુંડાળુ વળી બેસી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રમતા રોકડા રૂ.૧૬૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બી.એમ.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ઘેલુ રાયદે બેરા, કિશોરા મનસુખ કગથરા, હરીશ કોડનદાસ બસતવાણી, હેમતા ભોજાભાઈ ભાટીયા, ઉકાભાઈ વિરાભાઈ બેરા, દેસુર સોમાભાઈ કામબરીયા, હારજીત કરી રમતા રોકડા રૂ.૭૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાટણ ગામની સીમમાં ઈંગ્લીશ સાથે ઝડપાયો : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. રઘુવીરસિંહ નવલસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, પડાણા ગામી સીમમાં  જયદીપ ઉર્ફે ભલો વનાભાઈ ડાભી, રે. પાટણ ગામની સીમ વાળા પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વોડકા ૬૦૦ એમ.એલ. બોટલમાં ભરેલ કિંમત રૂ.૩૦૦/– મળી આવેલ અને આરોપી ભરત નાગાભાઈ આડેદરા ફરાર થઈ ગયેલ છે.

ટ્રાન્સફોરમરમાંથી સ્ટ્ડ કોપરની ચોરી

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વિરલભાઈ રમણભાઈ પંચાલ, ઉ.વ.૪૧, રે. વૃદાવન સોસાયટી ધ્રોલવાળા પી.જી.વી.સી.એલ.માં નોકરી કરતા એ ફરીયાદ નોંધાવી છે કે, વાંકીયા સ્મશાન કોઈ અજાણ્યો ચોર ઈસમે પી.જી.વી.સી.એલ.ના સરકારી થાભલા પરથી ટ્રાન્સફોરમરમાંથી ૪ બ્રાસ ના સ્ટ્રડ કોપરની કોયલ તથા કોર વિગેરે કુલ મળીને કુલ ૧૮૦૦૦/– નો મુદમાલ ચોરી કરી ગુનો કરેલ છે.(૨૩.૨૦)

(2:50 pm IST)