Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ૩૦૦ બેડની વ્યવસ્થાઃ જીલ્લામાં ૧૪ ઓકસીજન પ્લાન્ટ

છ તાલુકાની હોસ્પીટલ પી.એચ.સી,સી.એચ.સી સહીત આરોગ્ય વિભાગમાં પ૦૦ થી ૭૦૦ બેડની વ્યવસ્થા કરાશેઃ જીલ્લા કલેકટર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: ગીર સોમનાથ જીલ્લામાં સંભવીત ત્રીજી લહેરને ઘ્યાનમાં રાખીને સૌથી મોટી હોસ્પીટલ વેરાવળમાં ૩૦૦ બેડની વ્યવસ્થા તેમજ ૧૪ ઓકસીજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે તેમજ તાલુકાના મુખ્ય મથકોમાં પી.એચ.સી,સી.એચ.સી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં જયાં સરકારનું આરોગ્ય વિભાગ છે ત્યાં પણ પ૦૦ થી ૭૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જીલ્લા કલેકટરે જણાવેલ હતું.

ગીર સોમનાથ જીલ્લા કલેકટર આર.જી.ગોહીલે જણાવેલ હતું કે સંભવીત ત્રીજી લહેરને ઘ્યાનમાં રાખીને જીલ્લામાં આરોગ્યની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેમાં જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ જયાં અત્યારે ૧૦૦ બેડની વ્યવસ્થા છે તેમાં ૩૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે ભુતકાળના સંજોગોને ઘ્યાનમાં લઈ વેન્ટીલેટર, બાયપેપની સુવિધા વધારવામાં આવશે તેમજ ઓકસીજન પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે વધારાના ડોકરટો, સ્ટાફ જરૂરીયાત હશે તે મુજબ સરકાર પાસે માંગણી કરી પુર્ણ કરવામાં આવશે વધુમાં જણાવેલ હતું કે જીલ્લાના મુખ્ય મથકો, ગ્રામ્ય વિસ્તારોમાં જયાં પી.એચ.સી,સી.એચ.સી તેમજ આરોગ્યની સુવિધા છે ત્યાં વેરાવળના ૩૦૦ સહીત વધારાના બેડો ૪૦૦ થી પ૦૦ વધારવામાં આવશે જેથી આખા જીલ્લામાં ૭૦૦ જેટલા બેડ ની સુવિધા હશે છેવાડાના માનવી ગરીબો, મઘ્યમવર્ગ આરોગ્યમાં કયાંઈ પણ મુશ્કેલી અનુભવે નહી તેમને પુરતી સારવાર મળે તે માટે સરકાર વહીવટી તંત્ર ડોકટરો કામગીરી કરી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરો,સ્ટાફ પુરતા પ્રમાણ છે પણ શહેરી વિસ્તારમાં જયાં ડોકટરો, સ્ટાફની જરૂરીયાત હશે ત્યાં સરકારમાં રજુઆત કરી જગ્યાઓ પુરવામાં આવશે કલેકટરે વધુમાં જણાવેલ હતું કે આખા જીલ્લામાં સરકાર, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગ ગૃહો, સામાજીક સંસ્થા,સોમનાથ ટ્રસ્ટ દ્રારા ઓકસીજન પ્લાન્ટ સહીત આરોગ્ય માટે અનેક સહયોગ થઈ રહયો છે તેમજ જીલ્લાભરના એમ.ડી ફીઝીસીયશન સાથે સંકલન કરી તેમનો પણ સહકાર માંગવામાં આવી રહયો છે ત્રીજી લહેર ને ઘ્યાનમાં રાખી વધુને વધુ આરોગ્યની સેવા મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર,આરોગ્ય તંત્ર કામગીરી કરી રહયું છે ૧પ ઓગષ્ટ સુધી માં જે પણ સેવાઓ વધારવાની છે તેનુંકાર્ય પુર્ણ થઈ જશે પણ સોમનાથ દાદા પાસે પ્રાર્થના છે કે આ ત્રીજી લહેર આવે નહી તેમજ સમગ્ર નાગરીકોનું આરોગ્ય સારૂ રહે તેમ જણાવેલ હતું.

સોમનાથ ટ્રસ્ટ સહીત અનેક સેવાભાવી સંસ્થાઓ જીલ્લાભરમાં ખુબજ સારી કામગીરી કરેલ હતી તેને પણ બિરદાવેલ હતી.

(12:57 pm IST)