Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમરેલીમાં ર૭૦૦ લીટર બાયોડીઝલ સાથે ૩ ઝડપાયા

અમરેલી તા.ર૩ : લાઠી તરફ જવાના રોડ ઉપર જાનકી ઓઇલ મીલની સામે રોડ પછી આવેલ પટેલ ટીમ્બર માર્ટ અને મોરબી સિરામીક  ઝોન નામની દુકાન વચ્ચેના રસ્તા ઉપર આગળ જતાં, જમણી બાજુ જેઅસડબલ્યુ શોપી કનેકટ નામના પતરા બનાવવાના કારખાનાની બાજુમા આવેલ ખાંચામાં (૧) ટાટા કંપનીનું આઇશર રજી. નંબર જી.જે.૧૪.એકસ.૮૩૪૧ તથા (ર) ટાટા ૪૦૭ રજી. નંબર જી.જે.૦૪. વી. ર૭૬૧ એમ બે વાહનો પડેલ છે જે વાહનોમાંં જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરેલ છે. અને આ પ્રવાહીનો વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવાના હેતુથી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. જે આધારે જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓની આગેવાની હેઠળ એલ.સી.બી. ટીમે રેઇડ કરતાં, ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા, વાહનો સહિત પકડાયેલ (૧) દેવશીભાઇ માયાભાઇ વાંકીયા ઉ.વ.૩૯, ધંધો, ડ્રાઇવીંગ રહે. સાજી સવાઇના મંદિર પાસે, બહારપરા (ર) મિતેશભાઇ જગદીશભાઇ જાગાણી ઉ.વ.ર૭, ધંધો ટ્રાવેલ્સનો રહે.એસ.ટી. ડિવજિન પાસે શુભમ સોસાયટી (૩) મુકેશભાઇ રામજીભાઇ વામજા ઉ.વ.૪૦ ધંધો ખેતી, રહે. ઇશ્વરીયાને બાયો ડીઝલ કુલ લીટર ર૭૦૦, કિ. રૂ.૧,૮૯, ૦૦૦ તથા પ્લાસ્ટીકના ટાંકા નંગ-ર, કિ. રૂ.ર૦,૦૦૦ તથા આઇશર વાહન રજી નંબર જી.જે.૧૪.એકસ.૮૩૪૧, કિ.૮,૦૦,૦૦૦ તથા ટાટા ૪૦૭ વાહન રજી. નંબર જીજે૦૪વી.ર૭૬૧, કિ. રૂ.૧,પ૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર, કિ. રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.કિ. ૧૧,૬૦,૦૦૦નો મુદામાલ સાથે પકડી પાડેલ હતા.

ઇસમોની પુછપરછ દરમિયાન આ બાયોડીઝલનો જથ્થો ચાંદગઢના જીલુભાઇ પાસેથી મેળવેલ હોવાનું અને તેઓએ આ બાયોડીઝલ રંઘોળા ગામ પાસે આવેલ ચોકડીએથી રામજીભાઇ નામના માણસ પાસેથી મેળવેલ હોવાનું ખુલવા પામેલ હતુ. જે આરોપીઓ અંગે તપાસ કરી તેમને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના મુજબ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા, પો.સ.ઇ., પી.એન.મોરી તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:54 pm IST)