Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પોરબંદરઃ ડૂબી રહેલા જહાજના ૧ર ખલાસીઓને રેસ્કયુ કરી બચાવતુ કોસ્ટગાર્ડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૩ : ઉમરગામ મધદરીયે ડુબી રહેલા જહાજના ૧ર ખલાસીઓને કોસ્ટગાર્ડ દિલધડક બચાવ કામગીરી કરીને બચાવી લીધાં હતાં.

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામ નજીક (એમવી) કંચનમાં સવાર ૧ર ક્રુને બચાવી લીધા હતા. મુંબઇ સ્થિત સમુદ્રી બચાવ સંકલન કેન્દ્ર (એમઆરસીસી)ને મુંબઇ સ્થિત ડીજી સંદેશા વ્યવહાર કેન્દ્ર પરથી માહિતી પ્રાપ્ત થઇ હતી કે, એમવી કંચન તેનું ઇંધણ દુષીત થઇ જવાથી અને તેના કારણે એન્જીન કામ કરતુ બંધ થવાથી તેમજ પ્રતિકુળ હવામાનના કારણે ઓનબોર્ડ વીજ પુરવઠો ખોરવાઇ જવાથી દરિયામાં ફસાઇ ગયુ અને ડુબી રહેલ છે. બાદમાં વેસેલ (જહાજ)ના માસ્ટરે જાણ કરી હતે કે, સ્ટીલ કોઇલનો સામાન લઇ જઇ રહેલા એમવી કંચને લંગર છોડી દીધુ છે અને જમણી બાજુએથી પાણીમાં ડુબી રહયું છે.

એમઆરસીસી મુંબઇ દ્વારા તાત્કાલીક આંતરરાષ્ટ્રીય સલામતી બોટ (આઇએસએન) સક્રિય કરવામાં આવી હતી અને એમવી હેર્મીઝને તાત્કાલીક ડુબી રહેલા જહાજ તરફથી ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું કે ઠોર  સમુદ્રી સ્થિતિઓમાં પણ એમવી હેર્મીઝ દ્વારા ત્વરીત ઓપરેશન હાથ ધરીને એમવી કંચન પર સવાર તમામ ૧ર ક્રુ ને સલામત રીતે બહાર કાઢવવામાં આવ્યા હતા.

(12:53 pm IST)