Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સાવરકુંડલાના જેજાદમાં ૪ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

ભાગ આપવાના બહાને જીતુ ગોહિલ બંધ મકાનમાં લઇ ગયો : આરોપીને પોલીસે ઝડપી લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૩ : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે ૪ વર્ષની બાળા ઉપર જીતુ ગોહિલે દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાના વંડાના જેજાદ ગામે રહેતી એક ચાર વર્ષની બાળાને ભાગ આપવાના બહાને લલચાવી ફોસલાવી તેજ ગામના યુવાન જીતુ ઉર્ફે ચકુ રવજીભાઇ ગોહિલ, ભરતભાઇ સોનીના બંધ મકાન નજીક લઇ જઇ બળાત્કાર ગુજારતા બાળાની માતાએ વંડા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

તપાસનીસ અધિકારી સી.પી.આઇ. કે.સી.રાઠવાએ જેજાદ ગામમાંથી જ આરોપીને ઝડપી પાડેલ છે. જ્યારે બાળાનું અને આરોપીનું મેડીકલ ચેકઅપ હવે કરાવવામાં આવશે.

(12:52 pm IST)