Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગોંડલમાં મહિલાને એકલી જોઇ બાઇક ચાલકે છેડતી કરી નાશી ગયો : દર્શન ગોંડલીયાની શોધ

અલગ અલગ સમયે વોકીંગમાં નીકળનાર ચાર મહિલાઓ સાથે છેડતી કરી

રાજકોટ,તા. ૨૩: ગોંડલના ગુંદાળા રોડ પરના વિસ્તારમાં એક શખ્સે અલગ અલગ સમયે ચાર પરિણીતાને એકલી જોઇને થાપલી મારી બાઇક પર નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર શ્રીજી નગર વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષની પરિણીતાએ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૪/૩ના રોજ શેરીમાં વોકિંગ કરી રહી હતી.  ત્યારે બાઇક નંબર જીજે ૩ કે.આર. ૮૭૫૧ પર આવેલ એક અજાણ્યા શખ્સે પરિણીતાને પાછળથી થાપલી મારી બાઇક પર નાસી ગયો હતો. આ બાબતે તેણે શેરીમાં અન્ય મહિલાને જણાવતા જાણવા મળ્યુ હતુ કે આ બાઇક સવાર તા. ૧૯/૩ના અહીં રહેતા એક પરિણીતા પોતાના ઘર પાસે સફાઇ કરી રહ્યા હતા. ત્યારે આ જ પ્રકારે અજાણ્યો શખ્સ બાઇક પર આવી થાપલી મારી નાસી ગયો હતોે તેમજ તા. ૨૭/૨ના અન્ય એક મહિલા સાથે પણ આ પ્રકારે છેડતી કરી હતી. તા. ૧૬/૭ના રોજ ઘરપાસે કચરો નાખવા નીકળનાર પરિણીતાને પણ પાછળથી થાપલી મારી તેની છેડતી કરી હતી. પરિણીતાએ આ શખ્સને ઉભુ રહેવાનું કહેતા તેને ગાળો આપી નાસી ગયો હતો. આ પ્રકારે શેરીમાં આ બાઇક સવારે ઉપાડો લીધો હોય તેથી આ મામલે પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન આ જીજે૩કેઆર૮૭૫૧ નંબરના બાઇક ચાલકનું નામ દર્શન ધર્મેશભાઇ ગોંડલીયા હોવાનું અને તે ગુંદાળા રોડ તરફથી આવતો હોવાનું જાણવા મળતા પીએસઆઇ બી.એલ.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)