Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કચ્છના શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર કબરાઉમાં કાલે ગુરૂપુર્ણિમા ઉજવાશે

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૨૩: કચ્છમાં સામખીયારી થી ૩૫ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકાનું આવેલ 'કબરાઉ' ગામમાં જગ વિખ્યાત અને સુપ્રસિદ્ઘ યાત્રાધામ શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી નું ( મોગલધામ ) આવેલું છે કબરાઉ માં આવેલ શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર (મોગલધામ)માં આજે રોજ અસંખ્ય ભાવિક ભકતજનો માતાજી ના દર્શનાથે આવે છે એમાંય દર મંગળવારે માતાજી નો અનેરો મહાત્મય હોય અહીંયા હજારો ભાવિકો મોગલ માતાજીના દર્શનાથે પધારે છે અને માતાજીની મહા આરતી, દર્શન અને દિવ્ય મહા પ્રસાદ લ્યે છે, મંગળવારે વિશાળ માનવ મહેરામણ ઉમટે છે, આગામી ગુરુપૂર્ણિમાના તા.૨૪/ ૭ / ૨૧ ને શનિવાર ના રોજ શ્રી મોગલધામ ખાતે મોગલકુળના પૂજય બાપૂશ્રી નું વિશેષ પૂજન સહુ મોગલ માતાજી મંદિરના ભકતજનો , સેવક સમુદાય સવારે ૧૧ કલાકે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવશે. આવતીકાલે ગુરુપૂર્ણિમાના શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી ના શ્રી મોગલધામમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, હાલાર , ઝાલાવાડ , રાજકોટ , જામનગર , મોરબી, વાંકાનેર , તેમજ અનેક જગ્યાએથી ભકત સમુદાય, માતાજીના ભકતજનો વિશાળ સંખ્યામાં આવીને ગુરૂપુજન નો લાભ લેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઙ્ક કચ્છ ના કબરાઉ ના આવેલ શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર ( શ્રી મોગલધામ ) ખાતે એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર, મોગલધામ ખાતે સરકારની ગાઈડ લાઈન અનુસાર આવતીકાલે શ્રી ગુરુપૂર્ણિમા ની ઉજવણી સોસ્યલ ડિસ્ટન સાથે કરવામાં આવશે સવારે ૧૧ કલાકે પૂજય બાપૂશ્રી નું ગુરૂપુજન સૌ ભાવિક ભકતજનો કરશે ત્યારબાદ બપોરે મહા પ્રસાદ  લેશે તેમ મોગલધામના ભકતજન હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)