Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સાળંગપુરમાં કાલે કષ્ટભંજનદેવ હનુમાનજીદેવને ગુરૂપુર્ણિમા નિમિતે સુવર્ણ વાઘા અને ફૂલોનો શ્રૃંગાર

હનુમાનજીદાદા અને સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજનું પૂજન

વાંકાનેર,તા.૨૩: બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુર આયોજિત 'ગુરૂપૂર્ણિમા અને શનિવારનો પવિત્ર સંગમ દાદાના દરબારમાં માળીયે ,, ચાલો જઈએ ગુરૂપુર્ણીમાના પવિત્ર દિવસે' દાદાના અને સંતોના દર્શન કરવા 'દાદાને સુર્વણ વાંધાના અદભુત શણગાર દર્શન' તેમજ નિજ મંદિરમાં વિધ વિધ જાતના ફૂલોનાં શણગાર દર્શન ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે તારીખઃ૨૪/૭/૨૧ ને શનિવારના રોજ રાખેલ છે , ગુરૂપુર્ણીમા ના રોજ 'મંગળા આરતી' સવારે ૫:૩૦ કલાકે કરવામાં આવશે આ ઉપરાંત સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીનું સવારે ૬:૩૦ થી ૭:૦૦ કલાકે રાખેલ છે , તેમજ 'સુર્વણ શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે કરવામાં આવશે. ગુરૂપૂર્ણિમાને શનિવાર સાથે સંગમ હોય વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો દાદાના દર્શનનો, સંતો ના દર્શન નો તેમજ મહા પ્રસાદ નો લાભ લેશે. આમ તો દર શનિવારે હજારો ભાવિકો દાદા ના દર્શનાર્થે આવે છે. અને દાદા ની આરતી નો લાભ લઈ ધન્ય થાય છે. દાદા ના દર્શન કરીને તન , મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. જયાં 'ધજા ફરકે છે સત ધર્મની એવા સાળંગપુરધામમાં દાદા ના દરબારમાં હજારો ભાવિકો મહા પ્રસાદ લઈને ધન્ય થાય છે. ગુરૂપુર્ણીમાના પાવન રૂડા અવસરે શાસ્ત્રીજી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીનું ગુરૂપુજન કરવામાં આવશે. 'જો જો હૌ દાદાના સુર્વણ વાંધાના દર્શન ભૂલતા નહીં સહુ હરી ભકતજનો યુ ટ્યુબ SALGAPIR HANUMANJI માં લાઈવ આવશે.

(11:44 am IST)