Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગરના સિક્કામાં જીએસએફસીની દીવાલ મુદ્દે ગ્રામજનો વિફર્યા : ભારે પથ્થરમારો

એસડીએમ અને મહિલા પોલીસ સહીત ચારને ઇજા : 50થી વધુ ગ્રામજનોની અટકાયત

જામનગરના સિક્કા ગામમાં દીવાલ મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો ભારે પથ્થરમારો થયા બાદપોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા.પરંતુ ગ્રામજનોના વિરોધથી પોલીસે આખરે ઢસડી ઢસડીને અટકાયત કરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે

  ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પોતાના પર લાઠીચાર્જ કર્યો છે. જ્યારે પોલીસ લાઠીચાર્જ ન કર્યાનું જણાવી રહી છે. 50થી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તેમજ આ ઘટનામાં એક મહિલા પોલીસને ઇજા પહોંચી હતી.

 

ગ્રામજનોનું કહેવું છે કે દીવાલ ઉભી થાય તો ગામમાં પાણી ભરાવાના મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે.

(7:01 pm IST)