Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પંજો સતત નબળો : પાલિકા-પંચાયતોની ૧૧૧ પૈકી ૯૬ બેઠકો ભાજપના ફાળે : કોંગ્રેસને માત્ર ૮

જુનાગઢની ચૂંટણી અને અન્યત્રની પેટાચૂંટણીમાં કેસરિયો દબદબો યથાવત

રાજકોટ, તા. ર૩ : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપનો દબદબો દેખાઇ આવ્યો છે.

જુનાગઢ કોર્પોરેશનની પ૯ પૈકી પ૪ બેઠકો ભાજપ અને માત્ર ૧ બેઠક કોંગ્રેસને મળી છે. ગાંધીનગર કોર્પોરેશનની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક ખેંચવી લીધી છે. જિલ્લા પંચાયતની પ બેઠકોની પેટા ચૂંટણી હતી.  તે તમામ ભાજપના ભાગે આવી છે. અગાઉ આ પૈકી ૪ બેઠકો કોંગ્રેસની હતી. તાલુકા પંચાયતની ૪૬ બેઠકોમાં ચૂંટણી થયેલ જેમાં ૩૬માં ભાજપ અને ૭ માં કોંગ્રેસની જીત થઇ છે. અગાઉ ભાજપ પાસે ૧૮ બેઠકો હતી. આમ સમગ્ર રીતે જોતા કુલ ૧૧૧ બેઠકોની ચૂંટણી થઇ તેમાંથી ૯૬ બેઠકો ભાજપને અને માત્ર ૮ બેઠકો કોંગ્રેસને મળી છે. ૭ બેઠકો અન્યના ફાળે ગઇ છે.

(5:07 pm IST)