Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભારત - પાકિસ્તાનની સરહદે

કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં જમીન નીચે ૫૦૦ ફૂટ ઉંડે મીઠા પાણીની નદી મળી આવી : સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે

કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં ૩૦ વર્ષથી ખારૂ પાણી પી રહેલા લોકોને એકાએક જમીનની અંદર ૫૦૦ ફૂટ નીચે ફેબ્રુઆરી ૨૦૧૮થી મીઠા પાણીની નદી મળી આવી છે. તેના ભંડાર હવે ઓછા થવા લાગ્યા છે. કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ગેંડા પોસ્ટ નજીક જમીનથી પાણી મળી આવ્યું હતું. નીચે સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે. ઉપર આ સરવાણી એક મોટી વહેતી નદી સમાન છે. ઉપર ૪૦ હજાર પીપીએમ ખારું પાણી છે અને નીચે ૨૦૦૦ પીપીએમ પાણી છે. પીવાનું પાણી ૭૦૦ ટીડીએસ હોવું જોઈએ.

ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા રિમોટ સેન્સિંગ ડેટા સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કર્યા બાદ સાઈટ નક્કી કરીને સરકારમાંથી મંજુરી મેળવીને બોર કરવામાં આવ્યો હતો.

(5:06 pm IST)