Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વઢવાણના વસ્તડી પાસે એસ.ટી. બસે બાઇકને હડફેટે લેતા દંપતિનું મોત

વઢવાણ, તા. ર૩ : વઢવાણ તાલુકાના ગુંદીયાળા ગામનું દંપતિ વસ્તડી પાસે થઇને સાંજના સમયે પોતાના ગામ ગુંદીયાળા પરત ફરતા સમયે એસ.ટી. બસના ચાલકે બાઇકને હડફેટે લેતા પતિનું ઘટના સ્થળ ઉપર જયારે પત્નીનું સારવાર દરમ્યાનમાં મોત નિપજતા આ અકસ્માતની ઘટનામાં દંપતિના મોત નિપજયાની ઘટના બનવા પામેલ છે.

વઢવાણ તાલુકાના ગુંદીયાળા ગામે રહેતા હસમુખભાઇ દેવજીભાઇ રાઠોડ અને તેમના પત્ની ભારતીબેન બાઇક લઇને વસ્તડી પાસેથી ગુંદીયાળા આવવા માટે પસાર થતાં હતાં ત્યારે બસના ચાલકે આ અકસ્માતમાં પતિ હસમુખભાઇ રાઠોડનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નિપજેલ હતું. જયારે પત્ની ભારતીબેનને ગંભીર હાલતમાં લીંમડી સારવાર માટે લઇ જવામાં આવ્યા બાદ ભારતીબેનનું પણ મોત નિપજતા આ બનાવમાં દંપતિના મોત નિપજયા હતાં.

(3:50 pm IST)