Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાવનગરના પૂર્વ મેયર-કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને પોલીસે ફડાકા ઝીંકયાઃ લાકડીથી ફટકાર્યાઃ સારવારમાં

જમીન બાબતે કોઇ બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂપ

ભાવનગર તા.૨૩: ભાવનગરના પૂર્વમેયર અને કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને પોલીસે ફડાકા ઝીંકી લાકડી ફટકારતા પારૂલબેનને હોસ્પીટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગરના તકતેશ્વર વોર્ડના કોંગ્રેસના નગરસેવીકા અને પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીને જમીન બાબતે કોઇ પોલીસ કર્મચારી સાથે બોલાચાલી થતા પોલીસ કર્મીએ આવેશમાં આવી જઇ પારૂલબેનને ફડાકા ઝીંકી દઇ લાકડીથી મારતા પારૂલબેનને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવની જાણ થતા જ આગેવાનો અને લોકોનું ટોળુ પારૂલબેનની તબીયત પુછવા દોડી ગયુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)