Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટ સિસ્ટમ મુજબ માઇક્રોપ્લાનીંગથી કામ કરતા જુનાગઢમાં ભાજપનો વિજયઃ કમલેશભાઇ મિરાણી

ચૂંટણી ઇન્ચાર્જ નિતીનભાઇ ભારદ્વાજની આગેવાની ટીમે વિજય અપાવ્યો

રાજકોટ તા.ર૩: રાજકોટના સિસ્ટમ મજુબ માઇક્રોપ્લાનીંગથી કામ કરવામાં આવતા જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે તેમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું.

કમલેશભાઇ મિરાણીએ વધુમાં જણાવ્યું હતુ કે ૧પ દિવસ સુધી જુનાગઢમાં રાજકોટના જુદા-જુદા વોર્ડના આગેવાનો  કાર્યકરોએ ચૂંટણી ઇન્ચાર્જ નિતીનભાઇ ભારદ્વાજના આગેવાનીમાં લોકસંપર્ક જુદા-જુદા સમાજના આગેવાનો સાથે બેઠકો, સ્કુટર રેલી કરીને કાર્યકરોના અથાગ પ્રયત્નોના કારણે ભાજપનો વિજય થયો છ.ે

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી કમલેશભાઇ મિરાણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સહિતના આગેવાનીમાં ટીમ સક્ષત કાર્યરત રહી હતી.

(3:48 pm IST)