Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

નરેન્દ્રભાઇ અને વિજયભાઇની વિકાસ નીતીને જુનાગઢના લોકોએ વધાવીઃ ભારદ્વાજ-ઝડફીયા

જુનાગઢ, તા., ર૩: જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપનો વિજય થયો છે. જેને જુનાગઢ ભાજપ ચુંટણી ઇન્ચાર્જશ્રીઓ નીતીનભાઇ ભારદ્વાજ અને ગોરધનભાઇ ઝડફીયાએ આવકારેલ છે.ેજુનાગઢ મહાનગર પાલીકા ચુંટણી ર૦૧૯માં ભાજપને ભવ્યાતીભવ્ય વિજય અપાવવા બદલ તેજ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી વિજયભાઇ રૂપાપીની વિકાસનીતીને વધાવી લઇ જુનાગઢનો વિકાસ ફરી એક વાર સુનિશ્ચિત કરવા બદલ જુનાગઢ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ ભાજપને ઐતિહાસિક જીત અપાવવા જંગી મતદાન કરનાર જુનાગઢની જનતાનો ખુબ ખુબ આભાર તેમ નિતીનભાઇ ભારદ્વાજ અને ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું.

(3:47 pm IST)