Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શાપર-વેરાવળમાં બે તમંચા સાથે આદિવાસી શખ્સને આર.આર.સેલે ઝડપી લીધો

હથિયાર કયાંથી અને કયા હેતુથી લાવ્યો ? તે અંગે મકાના આદિવાસીની પુછતાછ

તસ્વીરમાં પકડાયેલ આદિવાસી શખ્સ અને બે તમંચા નજરે પડે છે (તસ્વીર કમલેશ વાસાણી શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ તા ૨૩ : શાપર-વેરાવળમાં બે દેશી તમંચા સાથે આદિવાસી શખ્સને આર.આર. સેલની ટીમે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આદિવાસી શખ્સ પાસે હથીયાર હોવાની બાતમી મળતા એન્જ ડી.આઇ.જી. રોહીતસિંહની  સુચનાથી આર.આર. સેલના પી.એસ.આઇ. એમ.પી. વાળા, સ્ટાફના શિવરાજભાઇ ખાચર, સિધ્ધરાજસિંહ વાઘેલા, ભરતસિંહ પરમાર તથા રૂપક બહાદુર સહિતનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો અને પારડી ઓવરબ્રીજ પાસે શીવ હોટેલ નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલ મકાના પ્રતાપભાઇ ડામોર આદિવાસી રે. નાહરપુરા, તા.  રાતાપુર (એમ.પી.)) ની તલાસી  લેતા તેના કબજામાંથી પાસ પરમીટર લાયસન્સ વગરના બે તમંચા કિ. રૂ. ૧૦,૦૦૦/- મળી આવતા તેને દબોચી લઇ શાપર-વેરાવળ પોલીસ મથકના હવાલે કરાયો હતો. પકડાયેલ આદિવાસી શખ્સ આ બંને હથિયાર કયાંથી અને કયા હેતુથી લાવ્યો હતો ? તે અંગે તેની પુછતાછ હાથ ધરાઇ છે. વધુ તપાસ શાપર-વેરાવળના પી.એસ.આઇ. ગોંડલીયા ચલાવી રહયા છે.

(1:21 pm IST)