Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કુતિયાણા તા.પં.ની ૮ બેઠકની પેટાચૂંટણીમાં ૬ બેઠકો ઉપર ભાજપ વિજેતા : કોંગ્રેસને ર બેઠકો

વર્તમાન પ્રમુખને જરૂરી સભ્યો મળી રહેતા ભાજપનો દબદબો જળવાયો

કુતિયાણા, તા. ર૩ : કુતિયાણા તાલુકા પંચાયતની ૮ બેઠકોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી થતા ૬ બેઠકો ઉપર ભાજપ વિજેતા થયેલ છે. ર બેઠકો કોંગ્રેસને મળી છે.

તા.પં.ના વર્તમાન પ્રમુખ ભરતભાઇ પરમારને શાસન જાળવી રાખવા કુલ ૧૬ બેઠકમાં ઘટતા જરૂરી સભ્યો મળી રહેતા તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જળવાય રહ્યો છે. ૮ બેઠકો ઉપર સભ્યો ગેરલાયક ઠરતા પેટાચૂંટણી યોજાઇ હતી.

કુતિયાણાની કોટડા મહોબતપરા, આમદપરા કડેગી રોધડા અને ખાગેશ્રી-ર બેઠકો ઉપર ભાજપ વિજેતા થયેલ છે. ચૌટા અને દેવડા બેઠકો પર કોંગ્રેસ વિજેતા થયેલ છે.

(1:20 pm IST)