Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટ જેલના નિવૃત્ત સુપ્રિટેન્ડેન્ટના ઘરમાં ચોરીઃ ભાઇ, ભાભી સામે ફરિયાદ

વઢવાણના મકાનમાં પ્રવેશ કરી ૫૦ હજાર રોકડ રકમની ચોરી

વઢવાણ, તા.૨૩: રાજકોટમાં રહેતા જેલના નિવૃત સુપ્રિટેન્ડેન્ટે વઢવાણ પોલીસ મથકે પોતાના સગાભાઈ અને તેમના પત્ની વિરૂધ્ધ મકાનમાંથી રોકડ રકમ ૫૦ હજારની ચોરી તેમજ ધાર્મિક લાગણી દુભાવ્યાની ફરિયાદ કરતા ચકચાર ફેલાઇ હતી. આમ નિવૃત જેલરને હથોડીના દ્યા, રાજકોટમાં ધમકી બાદ હવે મકાનમાં ચોરી થયાનુ બહાર આવતા પોલીસ પણ દોડતી થઇ છે.

રાજકોટ રામેશ્વર પાર્ક શેરી નં. ૬ અભીષેક રેલનગર પોપટપરા રાજકોટમાં ૬૦ વર્ષના અરૂણકુમાર રમણીકલાલ વ્યાસ ગુજરાત જેલ વિભાગમાં જેલર ગ્રુપ-૧જ્રાક્નત્ન ફરજ પૂર્ણ કરીને હાલ પરિવાર સાથે નિવૃત જીવન ગાળે છે. થોડા મહિના પહેલા જ વઢવાણમાં આવેલા મકાન બાબતે નિવૃત જેલરને હથોડીના ઘા મારી ઇજા કરતા તેમના ભાઈ પ્રફુલચંદભાઈ રમણીકલાલ સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ રાજકોટમાં જ નિવૃત જેલરને કોઇ અજાણ્યો બાઇકચાલક ધમકી આપીને ફરાર થઇ ગયો હતો. આ નિવૃત જેલર સાથે દ્યટનાઓ બનવાની અટકવાનું નામ ન લેતી હોય તેમ વઢવાણ ખાંડીપોળ નળીયાપામાં આવેલા તેમના મકાનમાં ચોરી કર્યાની પોતાના ભાઈ અને ભાઈની પત્ની સામે ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ છે.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ તા. ૨૭-૧૧-૨૦૧૮ના રોજ અરૂણકુમારના રહેણાંક મકાનમાં સુરેન્દ્રનગર સ્વસ્તિક ચાર રસ્તા ૪૦૧, મહાવિર ફલેટ વિસ્તારમાં રહેતા પ્રફુલચંદ રમણીકલાલ શાહ અને તેમના પત્ની રેખાબેન પ્રફુલચંદ્ર વ્યાસે અનધિકૃત રીતે પ્રવેશ કરી માતા-પિતાની દ્યરવખરીની ચીજવસ્તુઓ લઇ જવાની સાથે ગાદલા ગોદડાના કબાટમાં ભેગા રાખેલા રૂ. ૫૦,૦૦૦દ્ગક પણ ચોરી કરી ગયા હતા.આ ઉપરાંત પ્રફૂલચંદ્ર બુટ પહેરી દ્યરમા ધાર્મિક સ્થાનક પાસે જઇ અરૂણકુમારની ધાર્મિક લાગણી દુભાવી હતી. આ બનાવ અંગેનો વઢવાણ પોલીસ મથકે પ્રફુલચંદ રમણીકલાલ શાહ અને રેખાબેન પ્રફુલચંદ્ર વ્યાસ સામે ગુનો નોંધાતા વધુ તપાસ એન.એમ.ગઢવી ચલાવી રહ્યાં છે.

(1:19 pm IST)