Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સાવરકુંડલાના વિજપડી ગ્રામ્ય વિસ્તારોમાં ઓઇલ ચોર ગેંગ ત્રાટકીઃત્રણ સ્થળે ચોરી

પીજીવીસીએલના ૧૬ ટ્રાન્સ ફોર્મરમાંથી એક હજાર લીટર ઓઇલની ચોરી

અમરેલી તા.૨૩: સાવરકુંડલા પંથકના વિજપડી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો ભમ્મર, મીતીયાળા, હાડીડા,ગોરડકા, મોરીયા, સહિત ગામોની સીમાં ઓઇલ ચોર ગેંગ ત્રાટકી હોય તેમ ૧૬ ટ્રાન્સફોર્મર પીજીવીસીએલના તોડી અંદરથી ૧૦૨૧ લીટર ઓઇલ કિ.રૂ.૭૭૦૪૦ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પીજીવીસીએલ કર્મચારી દ્વારા પોલીસમાં થવા પામી હતી.

વડીયાના બરવાળા બાવળની સીમમાં શોર્ટ લાગતા મોત

વડીયાના બરવાળા બાવળની સીમમાં વાડીમાં ઇલે. તાર તુટેલો પડેલ હોય જે અડી જતા બાબુભાઇ માંડલાભાઇ ડોગાનું શોર્ડ લાગતા તેનું મોત નિપજ્યું હતું.

બગસરાના સમઢિયાળામાં ઇલે.શોર્ટ લાગતા મોત

બગસરાના સમઢિયાળામાં રહેતા અશોકભાઇ મોહનભાઇ ગઢિયાનું ખેતરમાં મોટરનું સ્ટાર્ટર ખુલ્લા વાયરમાં અકસ્માતે અડી જતા શોર્ટ લાંગતા તેનું મોત નિપજ્યું હતું.

અમરેલીમાં ઉઘરાણી કરતા યુવાનને બ્લેડથી ગાલ ઉપર ચરકા પાડ્યા

અમરેલીમાં રહેતા ઇમરાન,નૂરમહમદભાઇ ધાણી વાળા ઉઘરાણી કરતા અલ્તાફ દાઉદ ડબાવાલા નામના શખ્સે મારમારી બ્લેડ વડે હુમલો કરી ગાલના નિચેના ભાગમાં ચરકા પાડી છટાંકા લાવી ગુનો કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

(1:15 pm IST)