Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઓઝત - બે ડેમમાં ભયંકર પ્રદુષિત પાણી ભળતા જૂનાગઢવાસીઓ માટે ખતરો

ગેરકાયદે ધમધમતા ઘાટમાંથી છોડાતુ પ્રદુષણ

જુનાગઢ તા. ૨૩ : ઓઝાત - બે ડેમમાં ભયંકર પ્રદુષિત પાણી ભળતા જૂનાગઢવાસીઓ માટે ખતરોઉભયો થયો છે.

શનિવારથી શરૂ થયેલી મેઘસવારીને લઇ જૂનાગઢ નજીકના ઓઝત- બે ડેમમાં પાણી આવેલ છે. પરંતુ આ પાણી કાળુ અને ખૂબજ પ્રદુષિત છે. જો આ પાણી ઓઝત-૧ ડેમમાં છોડવામાં આવે તો જૂનાગઢના લોકોના આરોગ્ય પર ખતરો આવી શકે છે.

ઓઝત-બે ડેમની આસપાસ અને તેના ઉપરવાસમાં જેતપુરના ગેરકાયદે અસંખ્ય સાડી ધોવાના ઘાટ ધમધમે છે. સાત વર્ષથી  ઘાટનું કેમિકલયુકત પાણી આડેધડ છોડવામાં આવતુ હોય તેથી આ પાણી ઓઝત - બે ડેમમાં ભળી રહ્યુ છે.

હાલ વરસાદી પાણી ઓઝત - બે માં ખુબ જ પ્રદુષિત અને કાળુ થઇ ગયુ છે. આ જળાશય ખેડુતો અને જૂનાગઢવાસીઓ માટે આર્શીવાદરૂપ છે.

જૂનાગઢમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તો ઓઝત - બે  માંથી  ઓઝત - એક માં પાણી લઇને પાણીની સમસ્યા હળવો કરવાનો પ્રયાસ કરાયો છે.

જો હાલની સ્થિતીઓ ઓઝત - એકમાં આ પાણી છોડવામાં આવે તો જૂનાગઢમાં ઘર ઘર સુધી આ પ્રદુષિત પાણી નુકશાન કરી શકે છે.

આવા પાણીથી કેન્સર સહિતની ગંભીર બિમારી થવાની શકયતા છે. આમ ઓઝત - બે તેમને કાળા - પ્રદુષીત પાણીથી મુકત  રાખવામાં નહી આવે તો પાણીમાં રહેલા માછલા સહિતના જીવને હાનિ પહોચી શકે છે. અને જૂનાગઢના લોકોનું આરોગ્ય પણ જોખમાય શકે છે.

આથી ઓઝત - બે ડેમનું પાણી સ્વચ્છ રહે તે સરકારે પગલા લેવા જરૂરી છે.

(1:14 pm IST)