Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા

ખેતરો તળાવો નદી નાળા પાણીથી ભરાયા ખેડુતોમાં ખુશીનો માહોલ

કેશોદ, તા.૨૩: ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનથી ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા ત્યાર બાદ એકાદ મહીનો મેદ્યરાજાનું આગમન ન થતા ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર બાદ કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેદ્યરાજાનું ધમાકેદાર આગમન થતા પાણી પાણી જોવા મળ્યુ હતું મેદ્યરાજાના ધમાકેદાર આગમનથી નદી નાળા તળાવો છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે જો કે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નહીવત વરસાદ નોંધાયો છે કેશોદ શહેરી વિસ્તારમાં ઓછો વરસાદ વરસ્યો હતો મેદ્યરાજાના આગમનથી અનેક ગામોમા નદી નાળા તળાવો પાણીથી છલકાવા લાગ્યાછે ત્યારે એક મહીનાના વિરામ બાદ મેદ્યરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

(1:13 pm IST)