Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગરમાં મોબાઇલ ફોનની ચોરી કરનાર ઝડપાયોઃ ૧૪ ભેદ ઉકેલાયા

જામનગર તા. ર૩ : પોલીસ અધિક્ષક શરદ સિંધલનાઓની સુચના તથા એલ.સી.બી.પો.ઇન્સ. શ્રી આર.એ.ડોડીયાની માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સબંધીના ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બશીરભાઇ મલેક તથા લાભુભાઇ ગઢવી તથા બળવંતસિંહ પરમારને બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર જી.જી.હોસ્પીટલ તેમજ જામનગરમાં શહેરમાં અલગ અલગ જગ્યાએથી મોબાઇલ ચોરી કરવામાં સુલતાન આમદભાઇ ભાયા રહે. ધરારનગર વાળો ઇસમ સંડોવાયેલ છે અને મજકુર ઇસમ હાલે ટાઉન હોલ પાસે જયોત ટાવરમાં આવેલ દુકાનમાં ચોરીના મોબાઇલ વેચવા માટે આવેલ છે તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને પકડી પાડી તેમના કબ્જામાંથી ચોરીના કુલ ૧૪ મોબાઇલ ફોન કિ. રૂ.૯રપ૦૦/- ના મુદામાલ કબ્જે કરી મજકુર ઇસમને પો.હેડ.કોન્સ બશીરભાઇ મલેકએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે મજકુર આરોપીએ જી.જી.હોસ્પીટલમાં રાત્રીના અલગ અલગ વોર્ડમાં દર્દી તેમજ તેમના દર્દીના સબંધી સુતા હોય ત્યારે મોબાઇલ ફોનની ચોરી કરેલહોવાની કબુલાત કરેલછે મજકુરના કબ્જામાંથી વી.વો. તથા લીનોવા, સેમસંગ-એ, સેમસંગ ગેલેકસી-જે-૪ તથા સેમસંગ ગેેલેકસી-જે-પ, આઇ ફોન-એફ-પ રીડમી તથા રીયલ કંપનીના મોબાઇલ ફોન કબ્જે કરે છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી આર. એ. ડોડીયાની સુચના પો.સ.ઇ. આર. બી. ગોજીયા, કે.કે.ગોહીલ, તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)