Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગરમાં કાટછાપનો જુગાર પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ

જામનગર તા ૨૩  :   જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. રાઠવાના માર્ગદર્શન મુજબ તા. ૨૨/૦૭/૧૯ ના સીટી એ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઇન્સ. એમ. વી. મોઢવાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. યોગરાજસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ઝાલા ને ચોકકસ બાતમી કે જામનગર દિ. પ્લોટ ૩૯, સમતા ચોકમૉ અમુક ઇસમો જાહેરમાં ભારતીય ચલણનો સિક્કો ઉછાળી કાટ-છાપનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે, જે હકિકત આધારે રેઇડ કરતા (૧) રોહીત કિશોરભાઇ ચોૈહાણ, જાતે અનુજાતી, ઉ.વ. ૨૧, ધ઼ધો મજુરી, રહે. દિ. પ્લોટ, ૩૯ સમાત વાસ, જામનગર, (ર) મુળજીભાઇ પ્રેરાજભાઇ કટારમલ, જાતે ભાનુશાળી, ધંધો મજુરી, રહે. પટેલનગર શેરી નં.૩, હર્ષદ મીલની ચાલી પાસે, જામનગર, (૩) ગીલુભાઇ લવજીભાઇ રાઠોડ, જાતે અનુજાતી ઉ.વ.૪૨, ધંધો મજુરી, રહે. જેલવાસ નીમચંદ કરણસિંહની દુકાન પાસે જામનગરવાળાઓ કાટ છાપનો જુગાર રમતા રોકડા રૂા ૧૦,૪૦૧/ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.એચ. રાઠવા, પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયા, પો. હેડ કોન્સ. એસ.ડી. ચુડાસમા, તથા એમ.જે. રાણા, તથા એન.કે. ઝાલા તથા શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા તથા  આફતાબભાઇ હુશેનભાઇ સફીયા, તથા ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી, તથા ગોૈતમભાઇ પ્રેમજીભાઇ મકવાણા, તથા મહાવીરસિંહ જાડેજા તથા રામદેવસિંહ જોરૂભા જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:10 pm IST)