Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગોંડલમાં બે શખ્સોએ હવામાં ફાયરીંગ કર્યુ

મોવિયા રોડ પર ઉગમ સર્કલ પાસે અફઝલ ચૌહાણ રાત્રીના મિત્ર સાથે ઉભો હતો ત્યારે ઇમરાન અને ભોલુ બાઇક પર આવી સૂમરો કયાં છે ? તેમ કહી હવામાં ભડાકા કરી છૂ

ગોંડલ, તા. ર૩ : ગોંડલના મોવિયા રોડ પર ઉગમ સર્કલ પાસે ગતરાત્રીના બાર વાગ્યે બે શખ્સોએ હવામાં ફાયરિંગ કરતા સીટી પોલીસે દ્યટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતપરા ખાતે રહેતા અફઝલ ગફારભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૨૫) ગતરાત્રિના બાર વાગ્યે પોતાના મિત્ર સાથે મોટરસાઇકલ પાસે ઉભા હતા ત્યારે વોરાકોટડા રોડ હુડકો કવાર્ટરમાં રહેતો ઇમરાન હાસમ કટારીયા તેમજ ગુંદાળા દરવાજા પાસે રહેતો ભોલુ દિલાવર મકરાણી મોટર સાયકલ પર ધસી આવ્યા હતા અને પૂછવા લાગ્યા હતા કે સુમરો કયાં છે બંને યુવાનો કંઈ સમજે તે પહેલા જ પિસ્તોલ કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું દ્યટના અંગેની જાણ સીટી પોલીસને થતા પોલીસ ઇન્સ્પેકટર કે.એન રામાનુજ, પીએસઆઇ ઝાલા, પીએસઆઇ અલકા ઠાકોર સહિતનો પોલીસ કાફલો દ્યટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપવા શહેરની ફરતે નાકાબંધી કરી હતી. પોલીસને ફૂટેલી કારતૂસનો પાછળનો ભાગ મળી આવ્યો હોય જેને કબજે કરી પંચનામું કર્યું હતુ

(1:10 pm IST)