Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કેશોદમાં ભારત મહિલા વિકાસ પરિષદ સેમીનાર સંપન્ન

કેશોદ : કેશોદમાં ભારત મહિલા વિકાસ પરિષદ સેમીનારનું ક્રિષ્ના સાયન્સ સ્કુલ ખાતે તાજેતરમાં આયોજન કરાયુ હતુ. ભારત મહિલા વિકાસ સેમીનારમાં ડો.નિશાબેન જોશી દ્વારા મહિલાઓને ગર્ભ શુ ? ગર્ભનો વિકાસ કેવી રીતે થાય છે ? ગર્ભવતી મહિલાઓએ કેવી કેવી બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ ? ગર્ભ સંસ્કાર કેન્દ્ર સહિતનું સચોટ માર્ગદર્શન ટીવી અને ઓડીયોના માધ્યમથી અપાયુ હતુ. ભારત મહિલા વિકાસ પરિષદ સેમીનારમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતુ. કાર્યક્રમના અંતે ભારત મહિલા વિકાસ પરિષદના મેમ્બર મંજુલાબેન ભીમાણીએ પરિષદની તમામ મહિલાઓને સાથે રાખી ભારત મહિલા વિકાસ પરિષદ દ્વારા સેમીનારો યોજી ઉતરોતર વિકાસના કાર્યો કરવામાં આવશે તેવી પરિષદ વતી ખાત્રી આપી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : કિશોરભાઇ દેવાણી)

(12:20 pm IST)