Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મોરબી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો : ભવાઇ લોકગીત ડાયરો નૃત્યના કલાકારોને રજૂ કરવા આમંત્રણ

મોરબી તા.૨૩ : લોકસાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી મોરબી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મોરબી ખાતે લોકપરંપરાના જતનની સાથે પરંપરાગત લોકસાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી - મોરબી દ્વારા મોરબી જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત શનિવાર-રવિવારની રજાઓમાં જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રસ ધરાવતા મોરબી જિલ્લાના ભવાઇ, લોકગીત, લોકડાયરો, લોકનૃત્યના મોરબી જિલ્લાના કલાકારોને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, હંન્ટર ટ્રેનીંગ કોલેજ છાત્રાલય, શકિત ચોક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ફોન-નં. (૦૨૮૨૨) ૨૨૭૮૪૪ ખાતે અરજી મોકલવા વધુમાં જણાવાયું છે.ઙ્ગ

આઈ-ખેડૂત ઓનલાઈન કરવાની તારીખ લંબાવી

મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામકની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના ખેડૂતોને સીઝનલ એગ્રીકલ્ચર ઓપરેશન સારૂ પાક ધિરાણ આપનાર તમામ બેન્કોને જણાવવાનું કે દિવેલા સિવાયના તમામ ખરીફ પાકો સારૂ ખેડૂતોને પાક ધિરાણ આપેલ હોય તેવા તમામ ખેડૂતોની વિગતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઈન ડેટા એન્ટ્રી કરવાની છેલ્લી તારીખ ૧ ઓગષ્ટ  નક્કી કરેલ હતી. જે હવે તારીખ૧૫ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવેલ છે.  આથી તમામ બેન્કોને સુચના આપવામાં આવે છે કે, બેંક આપની દ્વારા પાક ધિરાણ આપેલ તમામ ખેડૂતોના પ્રીમિયમ તારીખૅં૧૯-૭-૨૦૧૯ કપાત કરવા તેમજ ખેડૂતોની વિગતો દર્શાવતી નકલો તથા કપાત કરેલ પ્રીમિયમની રકમ તા.૧-૮-૨૦૧૯ સુધીમાં વિમા કંપનીને મોકલી આપવા તેમજ ખેડૂતોની તમામ વિગતો તા.૧૫-૮-૨૦૧૯ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઈન ડેટા એન્ટ્રી ફરજીયાત પૂર્ણ કરવી. પાકધિરાણ મેળવેલ ખેડૂતોની વિગતો તા.૧૫-૦૮-૨૦૧૯ સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રી ન કરવામાં આવ્યેથી સંબંધિત બેન્કની જવાબદારી ગણવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

(11:48 am IST)