Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજુલા ખાંભા તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પદે જીજ્ઞેશ પટેલ બિનહરીફ

રાજુલા તા ૨૩  :  અત્રેની સંસ્થા રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રમુુખ ઉપપ્રમુખની આજરોજ પ્રાંત અધિકારી શ્રી કે.એસ.ડાભીની અધ્યક્ષતામાં યોજાઇ, જેમાં ડીરેકટરોશ્રીઓની  હાજરીમાં  પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ મોહનભાઇ પટેલ, તેમજ ઉપપ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઇ વરૂની બીન હરીફ વરણી કરવામાં આવેલ.

આ તકે પૂર્વ સંસદીય સચિવશ્રી હિરાલાલ  સોલંકી તેમજ અન્ય કાર્યકર્તાઓએ અભિનંદન આપી ફુલહાર તેમજ મો મીઠુ કરેલ. અગાઉ જીજ્ઞેશભાઇ પટેલના પિતાશ્રી ૧૯૯૯ થી ૨૦૧૦ સુધી માર્કેટ યાર્ડના વિકાસમાં ખુબજ મોટો ફાળો આપેલ. ત્યારબાદ જીજ્ઞેશભાઇ પટેલે સોૈથી નાની વયે ૨૦૧૧ થી હાલ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. તેમજ સહકારી ક્ષેત્રમાં આગલુ નામ ધરાવે છે.

આઉપરાંત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે ખુબજ સારી ઓળખાણ ધરાવે છે, તેમજ  વિવિધ સમાજના લોકોમાં ખુબજ લોકપ્રિયતા ધરાવે છે. આગામી દિવસોમાં રાજુલા, ખાંભા તાલુકા સંઘ ખુબજ પ્રગતિ કરશે. તેવું જીજ્ઞેશભાઇ પટેલે જણાવેલ.

(11:48 am IST)