Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કોમ્પ્યુટર જ્ઞાનથી વંચીત રહે છે ત્યારે વિદ્યાર્થીના ભવિષ્યની સરકાર ચિંતા કરશે ખરી ?

કેશોદ તાલુકાની શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધૂળ ખાઇ રહ્યા છે

કેશોદ તા.૨૩ : સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં અગીયારઙ્ગ કોમ્પ્યુટરો આપવામા આવ્યાછે. જે કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવેછે ત્યારેઙ્ગ છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી કોમ્પ્યુટરો રીપેરીંગના અભાવે બંધ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે.સરકાર દ્વારા સુવિધા આપવામા આવે તેવી વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે.

સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટરો આપવામાં આવ્યા હતા ત્યારે કોમ્પ્યુટર રીપેરીંગ માટેનો એવરોન કંપનીને ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.જે કોન્ટ્રાકટ પુરો થતા કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે શાળાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાથી શાળા સંચાલકો દ્વારા રીપેરીંગ થઈ શકતુ નથી જેથી સરકાર દ્વારા ફરીથી રીપેરીંગનો કોન્ટ્રાકટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રીપેરીંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માંગણી કરી રહ્યા છે.

ઙ્ગસરકારનાઙ્ગ ડીઝીટલ ઇન્ડીયા દેશ બદલ રહાહૈના નારા કેટલા અંશે સાર્થક થયાછે તે સરકારી શાળાઓમાં તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે, ડીઝીટલ યુગમાં કોમ્પ્યુટરનુ જ્ઞાન મહત્ત્વનુ હોય ત્યારે હાલ કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેતા હોય, જેથી સકરાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરો રીપેરીંગ કરાવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનુ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જો વહેલી તકે પ્રશ્ન હલ નહિ થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

 ઙ્ગમોટા ભાગની સરકારી શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયાછે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેછે અને કોમ્પ્યુટરનુ જ્ઞાન આપવા માટે સ્પેશ્યલ કોમ્પ્યુટર શિક્ષકની નિયુકિત કરવામાં આવતી નથી.ઙ્ગ ડીઝીટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અતી મહત્વનુ હોય,ઙ્ગ ખાનગી સરકારી શાળાઓની હરીફાઈમાં સરકાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ્ઞાન નિયમીત મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે કે કેમ હાલમાં કેશોદ તાલુકાનાં ખીરસરા ગામના લોકો દ્વારા રજુઆત કરવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે મોટા ભાગની શાળાઓમાં આ પ્રશ્ન હોય ત્યારે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશે કે કેમ તેઆવનારઙ્ગસમયજ કહેશે.

(11:47 am IST)