Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગીરગઢડાના જરગલી સરકારી પ્રાથમિક શાળામાં દિકરીઓ સ્વાવલંબી બને તે માટે કૌશલ્યવિકાસ તાલીમ

ઉના તા.૨૩ : ગીરગઢડા તાલુકાની જરગલી સરકારી પ્રા.શાળાના આચાર્ય પારસભાઇ હીરપરા તથા શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ સ્વાવલંબી બને જેમકે ઇલેકટ્રીક રીપેરીંગ, પ્લમ્બીંગ કામ ભાઇઓ કરતા હોય છે પરંતુ બહેનો દરેક ક્ષેત્રમાં અગ્રેસર હોય આવા કામ માટે તથા ઘરમાં નાના ફોલ્ટ આવેલ હોય તો જાતે રીપેર કરી શકે તે માટે બહેનોને ફયુસ બદલાવતા અને બાંધતા ટયુબલાઇટ રીપેરીંગ વગેરે કામની તાલીમ આપી હતી. જયારે ભાઇઓ પણ મહિલાઓને બોજરૂપ ન બને તે માટે કપડા ઇસ્ત્રી કરવા, શર્ટ પેન્ટમાં બટન ટાકવા, ગેસના બાટલાનુ રેગ્યુલેટર બદલવા, કાગળ, કપડા ઉપર ક્રાફટવર્ક ઘરસુશોભન કરવા અંગે તાલીમ અપાઇ હતી.

ગીરગઢડા તાલુકાની પ્રથમ ૩ ડીજીટલ શાળામાંથી  આ જરગલી શાળામાં છેલ્લા ૩ વર્ષમાં આઠ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પરીક્ષામાં ઉચ્ચમેરીટ મેળવી સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળામાં સરકારશ્રીના જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત ડીજીટલ શિક્ષણ અપાઇ છે અને ખાનગી શાળાઓને ટકકર મારે તેવી જરગલી પ્રા.શાળા બની છે.

(11:45 am IST)