Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિસાવદર કોર્ટ દ્વારા સગીરા ઉપરના બળાત્કારના કેસમાં આરોપીને ૭ વર્ષની સજા ફટકારતી કોર્ટે

વિસાવદર તા. ર૩ : વિસાવદરના એડી. સેશન્સ જજ શ્રી વી.જી. ત્રિવેદી શ્રી એ આઇ.પી.સી. કલમ ૩૭૬ના બળાત્કારના કેસમાં આરોપી રાહુલ રમણીકભાઇ વેષ્ણવને તકસીરવાન ઠરાવવાનો કરેલ હુકમ હતો.

આ કામે સગીરા ભોગબનનાર વિસાવદરના રહીશને લગ્નની લાલચ આપી આરોપી રાહુલ રમણીક વૈષ્નવ રહે. દેસાઇવડાળા, તા. વિસાવદરવાળાએ સને ર૦૧૩ના ઓગષ્ટ માસમાં રોજ અને તે પહેલા ભોગ બનનાર સગીરા સાથે લગ્નની લાલચ આપી જુનાગઢ મુકામે આવી ભોગ બનનાર સગીરા પુખ્ત ઉમરની ન હોવા છતા પુખ્ત ઉમરની છે તેવું સોગંદનામુ તૈયાર  કરી લગ્નના કરારમાં સગીરાની સહી લીધેલ અને સગીરાના વાલીપણામાંથી અન્ય આરોપીઓની મદદથી ભોગ બનનારને વાડીમાં લઇ જઇ અવાર નવાર એટલે કે સને ર૦૧૩ના ઓગષ્ટ માસ પહેલા વાડીએ લઇ જઇસગીરા સાથે અવાર નવાર શારીરીક સંબંધ બાંધેલ આ અંગે સગીરાએ વિસાવદર પો. સ્ટેશનમાં આપેલ ફરીયાદને અનુરૂપ ગુનો દર્જ કરેલ. આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યા બાદ સદરહુ કેસ વિસાવદરની અદાલતની ટ્રાયલ ચાલી જતા એડી. પબ્લીક પ્રોસીકયુટર અજય વી. જોબનપુત્રાએ કુલ સાહેદ ૧૭ને તપાસેલા અને ૩૭ દસ્તાવેજો રજુ રાખેલા, ફરીયાદ પક્ષે સરકાર તરફે અજય વી. જોબનપુત્રાની દલીલ ગ્રાહય રાખી અને રજુઆતો ગ્રાહય રાખી આરોપી રાહુલ રમણીક વૈશ્નવ રહે દેસાઇવડાળા, તા. વિસાવદરવાળાને આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ના ગુનાના કામે તકસીરવાન ઠરાવી નીચે મુજબની વિગતે એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી વી.જી. ત્રિવેદીશ્રીએ હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી નં.૧ રાહુલ રમણીકભાઇ વૈષ્ણવ પટેલ, ઉ.વ.આ.ર૧, ધંધો : વિમા એજન્ટ, રહે. દેસાઇ વાડાળા, તા. વિસાવદરનાઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ના ગુના સબબ તકસીરવાન ઠરાવી, આરોપીને ૭ (સાત) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ (અંકે રૂપિયા દશ હજાર પુરા)ના દંડનો હુકમ કરવામાં આવે છે. આરોપીે પોતે દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. આરોપી પોતે દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.

આ કામના આરોપી ભારતીય દંડ સંહિતાની કલમ : ૩૬૬ના ગુના સબબ તકસીરવાન ઠરાવી, આરોપીને ૭ (સાત) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ (અંકે રૂપિયા દશ હજાર પુરા)ના દંડનો હુકમ કરવામાં આવે છે. આરોપીે પોતે દંડ ભરવામાં  કસુર કરે તો આરોપીને વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાંં આવે છે.

આ કામના આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ના ગુના સબબ તકસીરવાન ઠરાવી, આરોપીને ૭ (સાત) વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.તેમજ રૂ.પ૦,૦૦૦ (અંકે રૂપીયા પચાસ હજાર પુરા)ના દંડનો હુકમ કરવામાં આવે છે. આરોપીે પોતે દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હતો આ કામમાં એ.પી.પી. અજયભાઇ જોબનપુત્રા રોકાયા હતા.

(11:44 am IST)