Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાવનગરમાં સાયકલમાં જતી ૧૨ વર્ષની બાળાનું ટ્રક હડફેટે મોત

ભાવનગર તા.૨૩ :  શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રામ મંદિર સામે આઝાદનગરમાં રહેતી અને સિંધુનગર સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા માં ધો.૭માં અભ્યાસ કરતી આરતી રમેશભાઇ ગોહેલ ઉ.વ.૧૨ સ્કુલેથી  છુટી સાઇકલ ઉપર ઘેર જતી હતી ત્યારે રામ મંદિર નજીક રાધેશ્યામ હોસ્પિટલ સામે પુરઝડપે ઘસી આવેલ ટ્રકે તેને હડફેટે લેતા આ બાળાનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કરૂણ મોત  નિપજ્યુ હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ને મુકીને નાસી છુટ્યો  હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:41 am IST)