Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પોલીસે અંજારના વ્યાપારીની દુકાનેથી એરગનના ટોટા ઝડપ્યા

અમદાવાદની પોસ્ટ ઓફિસમાં અંજારથી મોકલેલા પાર્સલમાં થયેલા ધડાકાને પગલે દોડધામ : આગ્રા મોકલેલું પાર્સલ પરત આવ્યું હતું, જેમાં ધડાકો થતાં અમદાવાદ પોસ્ટઓફિસમાં દોડધામ થતાં એજન્સીઓએ તપાસ આદરી

ભુજ, તા.૨૩: રવિવારે સાંજે અમદાવાદની પોસ્ટ ઓફિસમાં પાર્સલની હેરાફેરી દરમ્યાન થયેલા હળવા બ્લાસ્ટથી દોડધામ સર્જાઈ હતી. આ ઘટનાની પોલીસને જાણ કરાતાં ફાયરફાઈટર, એફએસએલ અને પોલીસની ટીમો સાથેની એજન્સીઓ દોડતી થઈ હતી. દરમ્યાન ધડાકો આગ્રાથી રીટર્ન થયેલા અંજારના પાર્સલમાં થયો હોવાનું પોસ્ટલ કર્મચારીઓએ જણાવતા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં અંજારથી આગ્રા ૪૦૦ ગ્રામનું કવર સુમિત ઠાકોર નામના વ્યકિતને મોકલાયું હતું જે ડિલિવરી ન લેવાતાં પાછું ફર્યું હતું, ત્યારે અમદાવાદ પોસ્ટઓફિસમાં પહોંચતા તેમાં બ્લાસ્ટ થયો હતો. આ પાર્સલમાં એરગનના ટોટા હતા. જે અલ્પેશ નામના વ્યકિતએ આગ્રા મોકલાવ્યા હતા. આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે અંજાર મધ્યે તપાસ હાથ ધરતા બિલ વગર એરગનના ટોટા વહેંચાતા હોવાનું બહાર આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે શાહ હેંડીક્રાફ્ટ નામની દુકાન સામે કાર્યવાહી કરી છે. જોકે, અંજારથી આગ્રા પાર્સલ મોકલનાર અલ્પેશ નામના શખ્સની પોલીસ તપાસ કરી રહી છે.

(11:39 am IST)