Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સિહોરના વરલ ગામ પાસે સગર્ભા મહિલાને લઇ જતી ૧૦૮ એમ્બ્યુલન્સ પલ્ટી ગઇ

ભાવનગર તા. ૨૩ સિહોર તાલુકાના વરલ ગામેથી આજે બપોરના સુમારે એક ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં ટાણા હોસ્પિટલ લઇ જવાઇ રહી હતી ત્યારે ટાણાથી એકાદ કી.મી.  દૂર રસ્તા ઉપર અચાનક ખુંટીયો આવતા એમ્બ્યુલન્સ સાથે અથડાતા એમ્બ્યુલન્સને સાઇડમાં લેવાજતા રોડ પરથી ઉતરી ૧૦૮ પલ્ટી ખાઇ ગયેલ જો કે ગર્ભવતી મહિલા સહિત તમામનો આબાદ બચાવ થયો હતો. અને મહિલાને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

(11:35 am IST)