Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પોરબંદર જિલ્લાના ખેડુતોને વચગાળાનો પાક વિમો ચુકવવાની માંગણી સાથે કાલે કોંગ્રેસ દ્વારા ધરણા

પોરબંદર, તા.,ર૩: જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા આવતીકાલે ધરણા યોજાશે. વરસાદના અભાવે મગફળીનો પાકને નુકશાન થયેલ હોય સર્વે કરવા અને ખેડુતોને વચગાળાનો પાકવિમો ચુકવવા કોંગ્રેસની માંગણી છે.

મોટાભાગના ખેડુતોએ મગફળીનું વાવેતર કરેલ. ત્યાર બાદ સતત ૪૦ દિવસ સુધી વરસાદ નવરસતાં  મગફળીના પાકને મોટુ નુકશાન થયેલ હોય પ્રધાનમંત્રી કૃષિ વિમા યોજનાના નિયમાનુસાર ખેડુતોને વચગાળાનો પાક વિમો ફરજીયાતપણે મળવો જોઇએ તે માટેની અરજીઓજમા કરાવવા તથા વચગાળાનો પાક વિમો તાત્કાલીક અસરથી ખાનગી વિમા કંપનીઓ ચુકવે તે માંગ સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા બુધવારને તા.ર૪ના રોજ દખેતીવાડી અધિકારીની કચેરી જિલ્લા પંચાયત પોરબંદર જિલ્લાના ખેડતોને સાથે રાખીને ધરણા યોજેલ હોય, પાક વિમાના આ ધરણા કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના ખેડુતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડીયા પોરબંદર તાલુકા કોંગ્રેસ સમીતીના પ્રમુખ બચુભાઇ ઓડેદરાએ જણાવ્યું છે.

કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષ પણ ચોમાસા દરમિયાન વરસાદના અભાવે પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો તેમ છતા ખાનગી વિમા કંપનીઓએ સતાધારી સરકારની રહેમનજર તળે વરસાદના ખોટા આંકડાઓ અને ક્રોપકટીંગના ખોટા આંકડાઓ રજુ કરીને ખેડુતોના હક્કનો પાક વિમો અમુક ગામમાં જ નજીવો પાક વિમો ચુકવેલ જયારે મોટાભાગના ખેડુતો પાક વિમાથી વંચીત રહી ગયેલ. ખેડુતોને તેમના હક્કનો પાક વિમો ચુકવવા માટે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં વખતોવખત રજુઆતો અને આંદોલનઓ કરેલ પરંતુ પાક વિમો ચુકવેલ નથી.

(11:38 am IST)