Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ: સિવિલ હોસ્પિટલમાં પાણી ઘુસ્યા : હાલાકી

અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને રાહત :હોસ્પિટલમાં પાણી ઘુસતા દવાનો જથ્થો ખરાબ

જેતપુરમાં ફરી ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને વીજળી સાથે વરસાદનું આગમન થયું હતું. સવારથી અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું હતું.

વરસાદથી જેતપુર સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને લોબીમાંથી પાણીને બહાર કાઢવામાં આવ્યું હતું. પાણી ભરાતાત લોબીમાં પડેલો દવાનો જથ્થો પણ ખરાબ થઇ ગયો હતો. હોસ્પિટલમાં પાણી ઘુસી જતા દર્દીઓને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે

(9:01 am IST)