Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સ્કુટર ચોરીનાં વણશોધાયેલ ગુન્હો શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 

ભાવનગરમાં સ્કૂટર ચોરીનો ભેદ ઉકેલાયો છે  શહેર વિસ્તારમાંથી ચોરી થયેલ સ્કૂટરનાં ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સુચના અપાતા અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફએ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન .પરા,આગરીયાવાડ, આંગણવાડી પાસે  આવતાં હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ  તથા શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે,દેવો રાજેશભાઈ મકવાણા તથા શાંતિ ધીરૂભાઇ પરમાર (રહે.બંને .પરા,ભાવનગરવાળા )છેલ્લા ચાર-પાંચ દિવસથી સફેદ કલરનું સુઝુકી એકસેસ સ્કુટર ફેરવે છે.જે શંકાસ્પદ સ્કુટર લઇને પસાર થવાનો છે

  જેથી તેની વોચ દરમિયાન ઉપરોક્ત  વર્ણનવાળા રજી. નંબર વગરના એકસેસ સ્કુટર સાથે દેવો ઉર્ફે ટોની રાજેશભાઈ મકવાણા( ..19 ) તથા શાંતિ  ઉર્ફે સાજન ધીરૂભાઇ પરમાર ( ..19 ) ( રહે.બંને .પરા,ભાવનગર વાળામળી આવેલ. તેઓની પાસે મો.સા. અંગે આધાર- પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે સ્કુટર  શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુર બંનેને Cr.P.C. કલમઃ-૪૧()ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

 

 બંનેની પુછપરછ કરતાં તેઓ બંને સાથે મળી પાંચેક દિવસ પહેલા તખ્તેશ્વર તળેટી પાસેથી રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

 ,ભાવનગર શહેર વિસ્તારમાંથી ચોરી થયેલ સ્કૂટરનાં ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

  સમગ્ર કામગીરીમાં   ડી.એમ. મિશ્રા પો.ઇન્સ.,એલ.સી.બી., ભાવનગરની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઈ ગોહેલ, મહિપાલસિંહ ગોહિલ , મીનાજભાઇ ગોરી, શક્તિસિંહ ગોહિલ  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

(12:50 am IST)